અમદાવાદમાં પૈસા માટે આર્કિટેકની ઓફિસમાં આતંક મચાવનાર કિન્નરોની ધરપકડ - aanad modi
અમદાવાદ: શહેરમાં થોડા દિવસો અગાઉ આર્કિટેકની નવી બનેલી ઓફિસમાં કિન્નરોએ પૈસા લેવા માટે તોડફોડ કરી હતી. જે અંગેના CCTV આર્કિટેકે પોલીસને આપ્યા હતા અને ફરિયાદ નોધાવી હતી.પોલીસે આ અંગે પોલીસે રાયોટીંગનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને 7 કિન્નરોને ઝડપી પાડ્યા હતા.
ahd
શહેરના એસ.જી.હાઈવે પર આકાશ ગોપલાણીની ઓફીસ આવેલી છે. જેનું થોડા મહિના અગાઉ જ મૂહર્ત કરવામાં આવ્યું હતું. જે બાદ નવી ઓફીસ હોવાથી 3 જૂને કેટલાક કિન્નરો આકાશની ઓફીસના મૂહર્ત પેટે ૩૦,૦૦૦ની માંગણી કરી હતી. જે આકાશે આપવાની ના પાડતા કિન્નરોએ અપશબ્દો બોલીને આતંક મચાવ્યો હતો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ હતી. આ અંગે આકાશે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે તપાસ કરીને 7 કિન્નરોની ધરપકડ કરી હતી.