ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat High Court : ગુજરાત હાઇકોર્ટે દંપતિ પાસેથી 60,000નો તોડ કરનાર પોલીસ કર્મીઓ સામે સુઓમોટો દાખલ કર્યો

ગુજરાત હાઇકોર્ટે દંપતિ પાસેથી 60,000નો તોડ કરનારી પોલીસ સામે હાઇકોર્ટમાં સુઓમોટો દાખલ કરવામાં આવ્યો છે. આ અંગે હાઇકોર્ટે અમદાવાદ CPને વિગતવાર સાથે રિપોર્ટ આપવા આદેશ કર્યો છે.

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Gujarati Team

Published : Aug 29, 2023, 9:11 PM IST

અમદાવાદ :ગુજરાત હાઇકોર્ટે અમદાવાદમાં એરપોર્ટથી ઘરે જતા દંપતિ પાસેથી 60 હજારનો તોડ કરનારી પોલીસ સામે સુઓમોટો સંજ્ઞાન લીધેલું છે. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જજ અનિરુદ્ધ માયી દ્વારા તોડકાંડ પ્રકરણના સમાચાર વાંચીને આ ગંભીર ઘટનાનું હાઇકોર્ટે નોંધ લીધી છે. આ સમગ્ર મામલે કોર્ટે અમદાવાદ સીપીને આંકડા સાથે રિપોર્ટ આપવા આદેશ કર્યો છે. કેટલા પોલીસ કર્મીઓ આ ગુનામાં જોડાયેલા છે, તેની તમામ વિગત આપવા માટે કોર્ટે નિર્દેશ કર્યો છે.

હાઇકોર્ટ આ મુદ્દે કાર્યવાહિ કરી રહી છે : આ સમગ્ર મુદ્દે સોલા હાઇકોર્ટ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. એટલું જ નહીં શહેર પોલીસ કમિશનર સુધી આ વાત પહોંચતા જ ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં એ ડિવિઝન ટ્રાફિક પોલીસ મથકમાં ફરજ બજાવતા મુકેશ અશોક તથા ટીઆરબી જવાન વિશાલનો આ તોડ કાંડમાં સમાવેશ થાય છે. તોડકાંડનો ભોગ બનનારા મિલનભાઈની ફરિયાદ અને અહેવાલના આધારે હાઈકોર્ટે આ કાર્યવાહી કરી છે. શહેર પોલીસ કમિશનરને દસ દિવસમાં આ ઘટનાનો એક્શન રિપોર્ટ રજૂ કરવા હુકમ કર્યો છે. આ સમગ્ર મામલે હાઇકોર્ટે નોંધ્યું છે કે, આરોપી ટ્રાફિક જવાનોએ દંપતિ પાસેથી બળજબરીથી પૈસા પડાવી લીધા હતા. પોલીસે બળજબરીથી કેબમાં પ્રવેશ પણ કર્યો હતો અને કેબમાં સવાર દંપતીની ધમકી આપી હતી. આ સમગ્ર મામલે વધુ સુનાવણી 11 સપ્ટેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે.

શું છે સમગ્ર મામલો? :ઇસ્કોન બ્રિજ અકસ્માત બાદ અમદાવાદ પોલીસ શહેર દ્વારા રાત્રી દરમિયાન સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ જ બાબતનો પોલીસ દ્વારા ફાયદો ઉઠાવવામાં આવતા અમદાવાદના સાઉથ બોપલમાં રહેતા મિલન કૈલા અને તેમની પત્ની અને એક વર્ષના બાળકને 25 ઓગસ્ટની રાત્રે અમદાવાદ એરપોર્ટથી તેમના ઘરે જઈ રહ્યા હતા. આ દંપતીએ એરપોર્ટથી ઉબર દ્વારા તેઓ ઘરે જતા હતા ત્યારે ઓગણજ સર્કલ તરફ પોલીસે તેમની ગાડી ઉભી રખાવી હતી અને મિલનભાઈએ પૂછપરછ કરતાં જણાવ્યું હતું કે, અત્યારે ડ્રાઈવ ચાલી રહી છે તમે જાહેરનામાનો ભંગ કર્યો છે જેથી તમારા વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવશે.

પોલિસ જવાનએ તોડ કર્યો : મિલનભાઈને પોલીસ વાનમાં બેસાડવામાં આવ્યા હતા. પોલીસે તેમની પત્નીનો ફોન પણ સ્વીચ ઓફ કરી દીધો હતો. પોલીસ ગાડી તેમજ બુક કરેલી કેબને એક અજાણી જગ્યાએ પર લઈ જઈને પોલીસ કર્મીઓએ મિલનભાઈ પાસેથી 2,00,000ની માંગણી કરી હતી. પોલીસ કર્મીઓએ ધમકી આપી હતી કે જો તમે મને પૈસા નહીં આપો તો અમે તમને જેલમાં પૂરી દઈશું અથવા તો ત્રણ વર્ષની સજા થશે.

પોલિસકર્મીઓની ધરપકડ કરવામાં આવી : આ બાબતે મિલનભાઈ જણાવ્યું હતું કે, મારી પાસે 10,000 રૂપિયા જેટલા છે, વધારે પૈસા નથી પોલીસ કર્મીઓએ 60 હજાર રૂપિયા લેવાનું નક્કી કર્યું હતું. પોલીસે એસબીઆઇ બેન્ક એટીએમ માંથી 40,000 ઉપાડ્યા હતા અને બીજા 20,000 રૂપિયા uber ગાડીના ડ્રાઇવરમાં 20,000 રૂપિયા ટ્રાન્સફર કરીને એટીએમ માંથી ઉપાડી લીધા હતા. આ સમગ્ર મામલે મિલનભાઈએ સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને તેમની સામે તપાસ હાથ ધરાતા ટ્રાફિક પોલીસના ત્રણ કર્મચારીઓની સામે આવતા ત્રણેય પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી ધરપકડ કરવામાં આવી હતી.

  1. Gujarat University defamation case : હાઇકોર્ટે દસ દિવસમાં અરવિંદ કેજરીવાલની અરજી પર નિર્ણય લેવા સેશન્સ કોર્ટને કર્યો આદેશ
  2. Dhoraji Sessions Court : ધોરાજીની સેશન્સ કોર્ટે દુષ્કર્મના કેસમાં પતિ-પત્નીને દોષિત ઠેરવી કરી આટલી કેદની સજા અને દંડ

ABOUT THE AUTHOR

...view details