આરોપી પ્રવિણ પટેલના પરિવારજનોએ ગુમ થયા અંગેની લેખિત રજુઆત જેલ વિભાગના આઈ.જી, સુપ્રિટેન્ડેન્ટ, શહેર પોલીસ કમિશ્નર અને રામોલને કરી હોવા છતાં કોઈ પગલા ન લેવાતા પ્રવિણ પટેલની માતાએ છોકરાને શોધવા માટે હાઈકોર્ટમાં અપીલ કરી હતી. જેને કોર્ટે માન્ય રાખતા અગામી સુનાવણી દરમ્યાન પ્રવિણ પટેલને કોર્ટ સમક્ષ હાજર કરવાનો આદેશ કર્યો છે.
પેરોલ પરનો કેદી 6 મહિનાથી ગુમ, હાઈકોર્ટે શોધવાનો કર્યો આદેશ
અમદાવાદઃ અપહરણના ગુનામાં આજીવન કેદની સજા કાપનાર કેદી વર્ષ 2018માં માતાની સારવાર માટે પેરોલ પર બહાર આવ્યો હતો. બહાર આવ્યા બાદ 6 મહિનાથી ગુમ થયા હોવા છતાં પોલીસ દ્વારા કોઈ પગલા ન લેવાતા હાઈકોર્ટમાં હેરબિયસ કોર્પસ રિટ દાખલ કરવામાં આવી હતી, જેને ધ્યાનમાં રાખીને જસ્ટીસ આર.એમ છાયા અને એસ.એમ વોરાની ખંડપીઠે આ મામલે સાબરમતી જેલ ભવનના ઈન્સપેક્ટર ઓફ જનરલ, જેલ સુપ્રિટેન્ડેન્ટ, શહેર પોલીસ કમીશ્નર અને રામોલ પી.આઈને અગામી 22મી એપ્રિલ સુધી ગુમ થયેલા કેદીને કોર્ટ સમક્ષ હાજર કરવાનો આદેશ આપ્યો છે.
ગુમ કેદી પ્રવિણ માતાની સારવાર માટે 15મી સપ્ટેમ્બર 2018ના રોજ 10 દિવસના પેરોલ પર બહાર આવ્યો હતો, જ્યાં તેની સાથે સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી અન્ય એક કેદી રશ્મિકાંત ગાંધી ઉર્ફે દુનિયાભાઈએ પ્રવિણને માતાની સારવાર માટે આર્થિક સહાય તેનો મિત્ર ચતુર પટેલ કે જે મુંબઈમાં રહે છે. તેને મળવા જણાવ્યું હતું. ત્યારબાદ પ્રવિણ 25મી સપ્ટેમ્બર 2018ના રોજ આર્થિક સહાય મેળવવા મુંબઈ ગયો હતો અને ત્યારબાદ સાંજના 6 વાગ્યાથી ફોન બંધ આવતા આજ દિવસ સુધી પત્તો નથી.
વર્ષ 2000માં ભરૂચમાં અપહરણના કેસમાં સ્તાનિક શેસન્સ કોર્ટે આરોપીને એટલે કે પ્રવિણ પટેલને 16 વર્ષના ભાગરૂપે આજીવન કેદની સજા ફટકારી હતી.