ગુજરાત

gujarat

ETV Bharat / state

મૃતદેહની ચકાસણી કરવા ગયેલી પોલીસ પર પથ્થરમારો, 2 પોલીસકર્મી ઘાયલ

અમદાવાદ: શહેર કોટડામાં પોલીસને બાતમી મળી હતી કે, એક સ્મશાન યાત્રા નીકળી છે, જેમાં મૃતકની હત્યા થઈ છે. જેને લઈને પોલીસ મૃતદેહની ચકાસણી કરવા પહોંચી હતી.

By

Published : May 25, 2019, 10:07 PM IST

Updated : May 25, 2019, 10:12 PM IST

અમદાવાદ

ત્યાં જ મૃતકના પરિજનો દ્વારા ઉશ્કેરાઈને પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેમાં 2 પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયા હતા. આ અંગે પોલીસે ગુનો નોંધી 8 લોકોની ધરપકડ કરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, શહેરના શહેરકોટડા વિસ્તારમાં યુવતીએ પોલીસને મેસેજ આપ્યો હતો કે, તેના પિતાની હત્યા કરવામાં આવી છે. જે અંગે PSI અને તેમની ટિમ આ અંગે તપાસ કરવા પહોંચ્યા હતા જ્યાં માલુમ પડ્યું હતું કે, મરનારની સ્મશાન યાત્રા નીકળી ચુકી છે માટે પોલીસ સ્મશાન યાત્રામાં પહોંચી હતી અને જ્યાં મૃતદેહની ચકાસણી અને મરનારના પોસ્ટ મોર્ટમ અંગેની માહિતી માંગી હતી. જે મરનારના પરિવારે આપવાનો ઇનકાર કર્યો હતો અને ઉશ્કેરાઈને તપાસ કરવા ગયેલી પોલીસની ટિમ પર પથ્થરમારો કર્યો હતો.

મૃતદેહની ચકાસણી કરવા ગયેલી પોલીસ પર પથ્થરમારો, 2 પોલીસ કર્મી થયા ઘાયલ

પોલીસ પરના પથ્થરમાર દરમિયાન 2 પોલીસ કર્મીને ઇજા પહોંચી હતી. ઉપરાંત પોલીસની ગાડી પર પણ હુમલો કરતા ગાડીને નુકસાન થયું હતું. ઘટનાની જાણ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોલીસ પર હુમલો કરવા મામલે 8 લોકોની પોલીસે ધરપકડ કરી હતી. જેમાં મહિલા પણ હતી. ઉપરાંત પોલીસ હુમલામાં અન્ય કોણ કોણ સામેલ હતું તે અંગે પણ પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે.

Last Updated : May 25, 2019, 10:12 PM IST

ABOUT THE AUTHOR

...view details