ગુજરાત

gujarat

ETV Bharat / state

સુપ્રીમ કોર્ટમાં 4 નવા જજે લીધા શપથ, સંખ્યાબળ થયું 31 - took oath

નવી દિલ્હીઃ કોલેજીયમ અને કેન્દ્ર સરકારની મંજૂરી બાદ ચીફ જસ્ટિલ ઓફ ઈન્ડિયા રંજન ગોગોઈની હાજરીમાં 4 નવા ન્યાયાધીશોએ શપથ લીધા હતા. નવા ન્યાયાધીશોના શપથ બાદ સુપ્રીમમાં ન્યાયાધીશોનો કુલ આંકડો 31 સુધી પહોંચ્યો છે.

hd

By

Published : May 24, 2019, 6:14 PM IST

શુક્રવારે જસ્ટિસ બી.આર.ગવાઈ, સૂર્યાકાંત, અનિરૂદ્ધ બોઝ અને એ. એસ. બોપ્પનને ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાએ શપથ લેવડાવ્યા હતા. ચારેય નવા જજે કાર્યકાળ સંભાળવા માટે શપથ લીધા હતા.

આ શપથ બાદ સુપ્રીમ કૉર્ટમાં હવે કુલ 31 જજ હાજર રહેશે. જેથી લોકોને વહેલીતકે ન્યાય મળે તેવી શક્યતાઓ છે. જસ્ટિસ એ.એસ.સાપરેની નિવૃતિ બાદ આશરે 3 માસના સમયગાળા બાદ સુપ્રિમ કૉર્ટ તેની ફૂલ કાર્યક્ષમતા સાથે 31 ન્યાયાધીશ સાથે બેસશે. સુપ્રીમ કૉર્ટમાં નિમણુંક પહેલા બી.આર.ગવાઈ બોમ્બે હાઈકૉર્ટના જજ રહી ચૂક્યા છે. જ્યારે સૂર્યકાંત હિમાચલ હાઈકૉર્ટના ચીફ જસ્ટીસ રહી ચૂક્યા છે. બંને જજની સુપ્રીમ કૉર્ટમાં નિમણૂંક કરવા બાબતે કોલેજીયમ દ્વારા કેન્દ્ર સરકારને ગત મહિને ભલામણ કરવામાં આવી હતી. જેને માન્ય રાખતા કેન્દ્ર સરકારે તેમની નિમણૂંક કરી છે. અન્ય બે નિમણૂંક પામેલા ન્યાયાધીશોને તેમની સિનિયોરીટીના આધારે નિમાયા છે. જસ્ટિસ બોઝ જારખંડ હાઈકૉર્ટના જ્યારે બોપન્ના ગુહવાટી હાઈકૉર્ટના જજ રહી ચૂક્યા છે.

ABOUT THE AUTHOR

...view details