- અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના રસીકરણનો ત્રીજો દિવસ
- અત્યારસુધીમાં 273 હેલ્થકેર વર્કરોએ લીધી કોરોના વેક્સિન
- કોરોના રસીની આડઅસરનો એક પણ કેસ નહિ
મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા કરાયો હતો રસીકરણનો પ્રારંભ
મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા કરાયો હતો રસીકરણનો પ્રારંભ
16 મી જાન્યુઆરીએ મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના રસીકરણનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં સિવિલ હોસ્પિટલમાં સિનીયર તબીબો, જે-તે વિભાગના વડા, નર્સિંગ સ્ટાફ, સફાઇ કર્મીઓ, પેરામેડિકલ સ્ટાફમાં કોરોના રસીકરણ માટેનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
મેડિકલ સ્ટાફને આપવામાં આવી રસી
અત્યાર સુધીમાં 273 હેલ્થકેર વર્કરોએ કોરોનાની રસી લીધી છે અને એક પણ આડઅસરનો કેસ નોંધાયેલ નથી. આજે 100 હેલ્થકેર વર્કરોએ કોરોના વેક્સિનનો ડોઝ લીધો હતો જેમાં 59 પુરુષો અને 41 સ્ત્રીઓનો સમાવેશ થાય છે. આજે વેક્સિનનો ડોઝ લીધેલ હેલ્થકેર વર્કરોમાં 78 તબીબો, 15 નર્સિંગ સ્ટાફ, 7 જેટલા અન્ય સ્ટાફ જેમાં સિક્યુરીટી કર્મચારીઓ અને સફાઇકર્મીઓનો સમાવેશ થાય છે.