ગુજરાત

gujarat

ETV Bharat / state

હાઈકોર્ટે કાઢી સરકારની ઝાટકણી, 18 OBC જાતિની ઓળખ કરવી 22 વર્ષ નહીં, 1 વર્ષનું કામ

અમદાવાદ: રાજ્યના ઠરાવને આધારે ચાલતાં OBC પંચની કાયદા પ્રમાણે રચના કરવાની માગ સાથે હાઈકોર્ટમાં દાખલ કરાયેલી જાહેરહિતની અરજી પર ગુરૂવારે કાર્યકારી ચીફ જસ્ટીસ અનંત અને બીરેન વૈષ્ણવની ખંડપીઠ સમક્ષ સુનાવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સરકારની ઝાટકણી કાઢતા OBC જાતિની ઓળખ કરવામાં 22 વર્ષ નહીં, પરંતુ 1 વર્ષનું કામ હોવાની ટકોર કરી હતી.

hd

By

Published : Jun 13, 2019, 9:00 PM IST

આ દરમિયાન OBC પંચની કામગીરી મુદે રજુઆત કરતા સરકારે કહ્યું હતું કે, પાછલા 22 વર્ષમાં ઠરાવથી ચાલતા OBC પંચે 18 OBC જાતિની ઓળખ કરી છે, જેની સામે હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢતા કહ્યું કે, જાતિની ઓળખ કરવી એક વર્ષનું કાર્ય છે. હાઈકોર્ટે સરકારને અગામી 20મી જુનના રોજ સુનાવણીમાં કાયદાથી કાયમી OBC પંચ મુદે પોતાનું વલણ સપષ્ટ કરતો જવાબ રજુ કરવાનો આદેશ કર્યો છે.

જસ્ટીસ અનંત દવે અને બીરેન વૈષ્ણવની ખંડપીઠે પાછલા 22 વર્ષમાં ઓબીસી પંચ દ્વારા શું કામગીરી કરવામાં આવી અને કેટલા રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો વગેરેની વિગતો સાથે કાયદાથી કાયમી OBC પંચની રચના મુદ્દે પોતાના વલણ જવાબ થકી સપષ્ટ કરવાનો આદેશ કર્યો હતો. તેમજ જો અગામી સુનાવણી દરમિયાન જવાબ રજૂ ન કરે તો હાઈકોર્ટ આ મુદ્દે ઓર્ડર પાસ કરે તેવી શક્યતાઓ છે.

હાઈકોર્ટમાં સરકાર તરફે રજુઆત કરવામાં આવી હતી કે, વર્ષ 1992ના ઈન્દિરા સાહનીના ચુકાદા પ્રમાણે કાયમી OBC પંચની રચના કરવી ફરજીયાત નથી. રાજ્ય સરકારના વકીલ મનીષા લવ કુમારે કોર્ટને જણાવ્યું હતું કે, જાતિની ઓળખ કર્યા બાદ તપાસ કમિટી પંચમાં સામેલ થવાની લાયકાત ધરાવતી જાતિના નામની ભલામણ રાજ્ય સરકારને કરે છે. જ્યારે અરજદારના વકીલ વિશાલ દવે દલીલ કરી હતી કે, ઈન્દીરા સાહનીના જજમેન્ટ પ્રમાણે દરેક રાજ્યમાં કાયદાથી OBC પંચની રચના કરવી ફરજીયાત છે. રાજસ્થાનમાં પણ કેટલાક વર્ષોથી ઠરાવથી ચાલતા OBC પંચને હાલમાં જ રદ જાહેર કરી દેવાયો હતો.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા 22 વર્ષથી ઠરાવ મારફતે ચાલતા OBC પંચની રચનાને વર્ષ 2018માં ઉમિયા પરીવાર સહિત ત્રણ પક્ષકારો દ્વારા હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details