સમગ્ર વિગત અનુસાર સુરતમાં ફરિયાદીનો સરકારી અનાજનો ટ્રાન્સપોર્ટ અને લેબર કોન્ટ્રાકટ ચાલતો હતો જેના બીલના નાણાં મંજુર કરવાની સત્તા ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડના નાયબ મેનેજર અશોક સુચકને હતી.
કોન્ટ્રાક્ટનું બિલ પાસ કરવા લાંચ લેતા વર્ગ 2 અને વર્ગ 3ના કર્મચારી ઝડપાયા - કર્મચારી ઝડપાયા
અમદાવાદ: જિલ્લામાં લાંચિયા બાબુઓ સામે એસીબીએ લાલ આંખ કરી હોય તેમ એક બાદ એક આરોપીઓને ઝડપ્યા છે. ત્યારે સુરત શહેરનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં સરકારી અનાજના ટ્રાન્સપોર્ટ અને લેબર કોન્ટ્રાક્ટના બીલના નાણાં મંજુર કરવા લાંચ લેતા નાયબ જિલ્લા મેનેજર અને મદદનીશ ગોડાઉન મેનેજરને એસીબીએ ઝડપી પાડ્યા છે.
લાંચ લેતા કર્મચારી ઝડપાયા
બિલ મંજુર કરવા ગેરકાયદેસર રીતે 85, 000 રૂપિયા ટુકડે ટુકડે મદદનીશ ગોડાઉન મેનેજર રસિક પટેલની મદદથી લીધા હતા. આ ઉપરાંત ફરિયાદી પાસે બંને આરોપીઓએ વધુ 20,000ની માંગણી કરી હતી જે ફરિયાદી આપવા માંગતા નહોતા માટે એસીબીનો સંપર્ક કર્યો હતો જેના આધારે એસીબીએ છટકું ગોઠવ્યું હતું અને રસિક પટેલને લાંચ લેતા ઝડપી લીધા હતા સાથે જ અશોક કુમાર સુચકને પણ ઝડપી લીધા હતા. બંને આરોપીઓને ઝડપીને એસીબીએ આગળની કાર્યવાહી હાથ ધરી છે.