આ સમગ્ર મામલાની સતાવાર માહિતી મુજબ, 9 મહિના અગાઉ પીડિત યુવતી સાથે ચાર યુવકોએ યુવતીની એટીકેટી પરીક્ષામાં પાસ કરાવવાની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું. યુવતી ગર્ભવતી થવાથી પરિવારજનોને જાણ થઈ હતી. ત્યારબાદ યુવતીનું ગર્ભપાત કરાવવા દવાઓ પણ શરૂ કરી, પરંતુ ગત ફેબ્રુઆરી માસમાં યુવતીને મૃત બાળક જન્મ્યું હતું. ત્યારબાદ યુવતીની તબિયત વધારે બગડી હતી, માટે યુવતીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં યુવતીની કિડની પર ગંભીર અસર થઈ હોવાથી તેનું મોત થયું હતું.
પીડીતા યુવતીએ નોંધાવેલી ફરિયાદ મુજબ રામોલ પોલીસે અંકિત પારેખ અને ચિરાગ વાઘેલા નામના બે આરોપીઓની ધરપકડ કરી છે. જેમાંથી અંકિત પારેખ અને ચિરાગ વાઘેલા રામોલ વિસ્તારમાં રહે છે. આ બંને આરોપી વિરુદ્ધ પોલીસને પૂરતા પુરાવા પણ મળ્યા છે. પોલીસે બંનેની ધરપકડ કરીને મેડીકલ ચેકઅપ માટે મોકલી આપ્યા હતા.