- NOC વગર ગેરકાયદે ચાલતા ઈન્ડસ્ટ્રીયલ યુનિટ સામે ગુજરાતભરમાં ઝુંબેશ
- અમદાવાદમાં ગેરકાયદેસર ચાલતા 18 ગોડાઉન સીલ
- રાજ્ય સરકારના આદેશ બાદ કડક કાર્યવાહી
- 18 નવેમ્બરે રાજ્ય સરકારને રિપોર્ટ સોંપાશે
અમદાવાદ : અમદાવાદ શહેરનાં પીરાણા- પીપલજ રોડ ઉપર કેમીકલ ગોડાઉનમાં બનેલી ઘટના બાદ તંત્ર સતર્ક બન્યું છે. સરકાર દ્વારા બનાવેલી સમિતી દ્વારા પ્રથમ તબક્કામાં અપાયેલા સૂચના બાદ ગુજરાતભરમાં ગેરકાયદે ચાલતા ઈંડસ્ટ્રીયલ એકમને સીલ કરવા તેમજ ગેરકાયદેસર થયેલા ફેક્ટરી-ગોડાઉનનાં બાંધકામોની સામે કાયદાકીય પગલા ભરવાની શરૂઆત થઈ ગઈ છે.
અમદાવાદ માં 13 જેટલા એકમો સીલ
રાજ્યમાં બનતા આગના બનાવોને રોકવા સરકાર દ્વારા રચાયેલી સમિતીના શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ, વિપુલ મિત્રા દ્વારા મ્યુનિસીપલ કમીશનરોને સૂચના બાદ અમદાવાદમાં રેવાકાકા એસ્ટેટ અને નાનુકા એસ્ટેટમાં આવેલી ૧૩ જેટલા એકમોને અંદાજે ૫૬૦૦ ચો. મીટરનો એરીયા સીલ કરી દેવાયો છે. આ ઉપરાંત, AMC, GPCB અને DISH દ્વારા રચાયેલી ટીમ દ્વારા ૧૮ એકમોને સીલ કરવાની નોટીસ આપવામાં આવી છે.
NOC વગર ગેરકાયદે ચાલતા ઈન્ડસ્ટ્રીયલ યુનિટ સામે કાર્યવાહી
આ ઉપરાંત AMC દ્વારા વસ્ત્રાલ અને લાંભાના ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવા માટેની ઝૂમ્બેશ ચાલુ કરાઇ છે. આવા NOC વગર ગેરકાયદે ચાલતા ઈંડસ્ટ્રીયલ યુનિટ સામેની ઝુંબેશ સોમવારથી દરેક મ્યુનિસીપલ કોર્પોરેશનમાં ચાલુ કરી સીલ કરવાની કામગીરી ચાલુ કરી દેવાઈ છે.