ધોરણ-12 સાયન્સની પૂરક પરિક્ષાનું પરિણામમાં પણ કોઇ વિદ્યાર્થીને પોતાના પરિણામથી અસંતોષ હોય તો વિદ્યાર્થીઓ 7 ઓગસ્ટ સુઘી ગુણ ચકાસણી માટે બોર્ડની કચેરીમાં રુબરુ અથવા પોસ્ટ દ્વારા અરજી કરી શકશે.
ધોરણ-12 સાયન્સની પૂરક પરિક્ષાનું પરિણામ જાહેર, 15,580માંથી 5,548 વિદ્યાર્થીઓ પાસ
અમદાવાદ: રાજ્યમાં વિદ્યાર્થીઓની આતુરતાનો આખરે અંત આવ્યો છે. શનિવારના રોજ ધોરણ-12 સાયન્સની પૂરક પરિક્ષાનું પરિણામ શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. જુલાઇ 2019માં લેવાયેલી પૂરક પરિક્ષામાં 35.61 ટકા પરિણામ આવ્યું છે. જેમાં ગુજરાતમાંથી કુલ 15,580 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. જેમાંથી માત્ર 5,548 વિદ્યાર્થીઓ જ પાસ થયા હતા.
ધોરણ 12 સાયન્સ પૂરક પરિક્ષાનું પરિણામ 35.61 ટકા,15580માંથી માત્ર 5548 વિદ્યાર્થી પાસ
આ સિવાય ધોરણ-10 અને ધોરણ-12ના સામાન્ય પ્રવાહની પરીક્ષા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ 2019માં પરીક્ષા લેવાઇ હતી. જેમાં નાપાસ થયેલા 1.90 લાખ જેટલા વિદ્યાર્થીઓએ જુલાઇમાં પરિક્ષા આપી હતી. જેનું પરિણામ 30 જુલાઇના રોજ જાહેર કરવામાં આવશે.
Last Updated : Jul 27, 2019, 7:34 PM IST