- શુક્રવારે ઉદઘાટન બાદ રંગેચંગે શરૂ કરવામાં આવી છે ઓલમ્પિકની રમત
- 32મી ઓલમ્પિક રમતની એક વર્ષની લાંબી પ્રતિક્ષા બાદ યોજાઇ રહી છે
- ટોક્યોએ 1964માં સફળતાપૂર્વક ઓલિમ્પિક્સનું આયોજન કર્યું હતું
ટોક્યો: છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી સમગ્ર દેશમાં કોરોના મહામારી ચાલી રહી છે, ત્યારે આ કોરોના મહામારીના ભય વચ્ચે 32મી ઓલમ્પિક(Olympic) રમતની એક વર્ષની લાંબી પ્રતિક્ષા પછી શુક્રવારે ઉદઘાટન બાદ રંગેચંગે શરૂ કરવામાં આવી છે. આ સાથે જ એ તમામ આશંકાઓ પર પણ વિરામ મૂકાઇ ગયો છે જે આ ખેલ મહાકુંભના આયોજનને લઇને કરવામાં આવી હતી.
આ પણ વાંચો- મેરીકોમ અને અમિત પંઘલે ટોક્યો ઓલમ્પિક માટે ક્વોલિફાય કર્યું
ટોક્યો બીજી વખત ઓલિમ્પિકનું આયોજન કરી રહ્યું છે
ટોક્યો (tokyo)બીજી વખત ઓલિમ્પિક(Olympic)નું આયોજન કરી રહ્યું છે. આ પહેલા, તેણે 1964 માં સફળતાપૂર્વક ઓલિમ્પિક્સ(Olympic)નું આયોજન કર્યું હતું, પરંતુ ઉદઘાટન સમારોહમાં શરૂઆતમાં તે દિવસ યાદ આવ્યો, જ્યારે તે 2013માં યોજાયો હતો.