- જાપાનને 2013માં આ રમતોનું આયોજન કરવાનો અધિકાર મળ્યો હતો
- સમાપન સમારોહમાં આ કલાકારો વચ્ચે ભારે સંવાદિતા જોવા મળી હતી
- ઓલિમ્પિકની જેમ રમતવીરોને વારંવાર ચકાસણીમાંથી પસાર થવું પડ્યું
ટોક્યો:ટોક્યો ઓલિમ્પિક અને પેરાલિમ્પિક ગેમ્સ જાપાનની રાજધાનીને ઓલિમ્પિક ગેમ્સનું હોસ્ટિંગ મળ્યાના લગભગ આઠ વર્ષ પછી રવિવારે રંગારંગ કાર્યક્રમ સાથે સમાપ્ત થયું. કોરોના વાયરસ સંક્રમણના કારણે એક વર્ષ મોડી યોજાયેલી રમતો પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં સફળતાપૂર્વક આયોજીત કરવામાં આવી હતી. જાપાનને 2013માં આ રમતોનું આયોજન કરવાનો અધિકાર મળ્યો હતો.
13 દિવસ સુધી ચાલેલા આ રમતનું શાનદાર સમાપન
પેરાલિમ્પિક ખેલનું સમાપન જાપાનના સમ્રાટ નારુહિતોના ભાઇ ક્રાઉન પ્રિન્સ અકિશિનોની ઉપસ્થિતિમાં નેશનલ સ્ટેડિયમમાં રંગોથી ભરેલા, સર્કસ જેવા સમારોહ સાથે થયું. આ સાથે જ 13 દિવસ સુધી ચાલેલા આ રમતનું શાનદાર સમાપન થયું. સમાપન સમારંભનું નામ 'સામંજસ્યપૂર્ણ સુર-તાલ' હતું અને તેમાં સક્ષમ અને દિવ્યાંગ કલાકારનો સમાવેશ થતો હતો. સમાપન સમારોહમાં આ કલાકારો વચ્ચે ભારે સંવાદિતા જોવા મળી હતી. આયોજકોએ તેની થીમને 'પેરાલિમ્પિક્સથી પ્રેરિત વિશ્વ, જ્યાં ભિન્નતા પણ ચમકે છે' નાં રૂપમાં વર્ણવી હતી.
દેશમાં લગભગ 50 ટકા લોકોનું પૂર્ણ રસીકરણ થઇ ગયું છે
ઓલિમ્પિકની જેમ પેરાલિમ્પિક રમતોનું આયોજન પણ ટોક્યોમાં મહામારીના કારણે લાદવામાં આવેલી કટોકટીની સ્થિતિ વચ્ચે થયું હતું. અહીં પણ ઓલિમ્પિકની જેમ રમતવીરોને વારંવાર ચકાસણીમાંથી પસાર થવું પડ્યું અને બાયો-બબલમાં રહેવું પડ્યું. આ વચ્ચે જાપાનમાં કોવિડ-19ના કેસ વધતા રહ્યા પરંતું દેશમાં લગભગ 50 ટકા લોકોનું પૂર્ણ રસીકરણ થઇ ગયું છે.