- Tokyo Paralympics-2020 ભારતીય ખેલાડીઓના જલવા
- ભાવનાબેન પટેલે સેમીફાઇનલ મેચમાં ચીની ખેલાડીને હરાવ્યા
- ભારતટે બલ ટેનિસમાં રમતોમાં પોતાનું પહેલું ગોલ્ડ જીતી શકે
ન્યૂઝ ડેસ્ક:Tokyo Paralympics-2020 ભારતીય ખેલાડીઓના જલવા દેખાય રહ્યા છે. શનિવારે ટેબલ ટેનિસ ખેલાડી ભાવનાબેન પટેલે સેમીફાઇનલ મેચમાં ચીની ખેલાડીને હરાવીને દેશ માટે સિલ્વર મેડલ સુનિશ્ચિત કર્યો હતો. રવિવારે તે આખા દેશની મેડલની આશા પૂરી કરવા માટે ઉતરશે. ભારત રવિવારે ત્રણ જુદી-જુદી રમતોમાં પડકાર ફેંકશે. ભારત આ રમતોમાં પોતાનું પહેલું ગોલ્ડ જીતી શકે છે. ભાવિના ઉપરાંત ભારતીય તીરંદાજ અને રમતવીરો પણ મેડલ જીતવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે.
શનિવારનો દિવસ ભારત માટે ખૂબ જ ખાસ દિવસ
શનિવારનો દિવસ ભારત માટે ખૂબ જ ખાસ દિવસ હતો. ભાવિના પટેલે પોતાનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખ્યું અને ફાઇનલમાં જગ્યા બનાવી છે. ભાવિના પટેલે પેરાલિમ્પિક ટેબલ ટેનિસ ઇવેન્ટની ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય બનીને ઇતિહાસ રચ્યો હતો કારણ કે, તેણે ક્લાસ 4 ની મેચમાં સેમિફાઇનલમાં ચીનના મિયાઓ ઝાંગને 3-2થી હરાવી હતી. પટેલે વિશ્વના ત્રીજા નંબરના ખેલાડીને 7-11, 11-7, 11-4, 9-11, 11-8થી હરાવીને ભારતીય શિબિરમાં બધાને આશ્ચર્યચકિત કર્યા હતા.