- સાનિયા મિર્ઝા અને અંકિતા રૈનાએ ટેનિસમાં ભારતનું નેતૃત્વ કર્યું
- 3 સેટની મેચમાં પ્રથમ સેટ 6-0થી જીતી, બીજી મેચ ટાઇ થઇ
- ત્રીજા સેટમાં યુક્રેનની જોડીએ 10-8ના તફાવત સાથે મેચ જીતી લીધી
ટોક્યો (જાપાન) :ભારતીય ટેનિસ સ્ટાર જોડી સાનિયા મિર્ઝા અને અંકિતા રૈનાએ પોતાના ટોક્યો ઓલિમ્પિક અભિયાનની શરૂઆતમાં જ હારનો સામનો કરવો પડ્યો હતો.
આ પણ વાંચો : Tokyo Olympics 2020 Day 1: સારી શરૂઆત છતા દિપીકા કુમારી 9મા સ્થાન પર રહી
3 સેટની મેચમાં પ્રથમ સેટ 6-0થી જીત્યો
અંકિતા અને સાનિયાની જોડીનો સામનો મહિલા યુગલ ગ્રુપ સ્ટેજમાં યુક્રેનની જોડીથી થયો હતો. જેમાં તેણે 3 સેટની મેચમાં પ્રથમ સેટ 6-0થી જીત્યો હતો. ભારતીય ચાહકોને પણ જીતની આશા હતી. પરંતુ તેનો બીજો જ સેટ ટાઇ બ્રેકરની તરફ ગયો હતો.