સ્પોટ્સ મંત્રાલય એ ભારતના ચોથા નંબરના સૌથી મોટા નાગરિક સમ્માન પદ્મ શ્રી માટે તીરંદાજ તરૂણદીપ રાય તથા હોકી ઓલંપિયન એમપી ગણેશ સિવાય સાત મહિલા ખેલાડિયોના નામ સૂચન કરવામાં આવ્યા છે. પીવી સિંધૂના નામનું સૂચન કરવામાં આવ્યું છે. તો તેમની સાથે જ એમ.સી.મેરી કોમનું નામ પણ આપવામાં આવ્યું છે.
મેરીકોમ પદ્મ વિભૂષણ માટે નામાંકિત થનારી પ્રથમ મહિલા એથલેટ, પદ્મ ભૂષણ માટે સિંધુનું નામ મોકલવામાં આવ્યું
નવી દિલ્હી: ભારતના રમત-ગમતના ઈતિહાસમાં પ્રથમ વખત એક મહિલા એથલીટને દેશનું સૌથી ઉચ્ચ નાગરિક સમ્માન પદ્મ વિભૂષણ આપવાની રજૂઆત કરવામાં આવી છે. રમત મંત્રાલયે છ વખત વર્લ્ડ ચેમ્પિયન બોક્સર એમ.સી મેરી કોમના નામની રજૂઆત કરી છે. મેરીકોમને 2013માં પદ્મ ભૂષણ અને 2006માં પદ્મ શ્રી એવોર્ડથી સમ્માનિત કરવામાં આવી હતી.
તરૂણદીપ તથા ગણેશના નામ બાદ યાદીમાં સ્પોર્ટ્સ મંત્રાલય રિજિજૂની મંજૂરી આપવાના બાકી છે. સ્પોર્ટ્સ મંત્રાલય તરફથી કુલ નવ એથલીટ્સના નામ પદ્મ એવોર્ડ માટે મોકલવામાં આવ્યા છે અને આ તમામ નામ દેશની બહાદુર દીકરીઓના છે. વર્લ્ડ ચેમ્પિયન બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુના નામનું સૂચન પદ્મ ભૂષણ એવોર્ડ માટે મોકલવામાં આવ્યું છે, કે જે દેશનું ત્રીજું સૌથી મોટું નાગરિક સમ્માન છે. સિંધુનું નામ સમ્માન માટે 2017માં પણ મોકલવામાં આવ્યું હતું. પરંતુ ત્યારે તે ફાઈનલ મેચમાં પોતાનું સ્થાન બનાવી શકી નહતી. 2015માં સિંધુને પદ્મ શ્રી એવોર્ડથી સમ્માનિત કરવામાં આવી હતી. તરૂણદીપ તે ભારતીય રિકર્વ ટીમનો ભાગ હતા જેમણે આ વર્ષે જૂનમાં નેધરલેન્ડમાં વિશ્વ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો હતો.
મેરી કોમ અને સિંધુ ઉપરાંત અન્ય સાત મહિલા ખેલાડીઓના નામ પણ પદ્મ શ્રી માટે મોકલવામાં આવ્યા છે. આ ખેલાડીઓમાં રેસલર વિનેશ ફોગાટ, ટેબલ ટનિસ સ્ટાર મનિકા બત્રા, મહિલા ટી20 ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર, હોકી કેપ્ટન રાની રામપાલ, પૂર્વ શૂટર સુમા શિરુર અને પર્વતારોહક જોડિયા બહેનો તાશી અને નુંશગી મલિકનું નામ પણ છે.