- ટ્રાયલ્સ સ્પોર્ટસ ઓથોરિટી ઇન્ડિયા રિજિયન સેન્ટર- લખનઉના રેસલિંગ હોલમાં યોજાયા
- દિવ્યા કાકરાને પણ 4 વેટ કેટેગરીઝ ટ્રાયલમાં જીત સાથે ભારતીય ટીમમાં સ્થાન મેળવ્યું
- સાક્ષી મલિકની બીજી ઓલિમ્પિકમાં ભાગ લેવાની ઉમ્મીદને આઘાત
લખનઉ: શનિવારે ભારતીય મહિલા રેસલિંગ ટીમની ઓલિમ્પિક રેસલિંગ વર્ગની કસોટી બાદ નોન ઓલિમ્પિક રેસલિંગ વર્ગમાં પસંદગી માટે ટ્રાયલ થયા. આ ટ્રાયલ્સ સ્પોર્ટસ ઓથોરિટી ઇન્ડિયા રિજિયન સેન્ટર- લખનઉના રેસલિંગ હોલમાં યોજવામાં આવ્યા હતા. શનિવારે રિયો ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલ વિજેતા સાક્ષી મલિક અને એશિયન ચેમ્પિયનશિપ ગોલ્ડ મેડલ વિજેતા દિવ્યા કાકરાને પણ 4 વેટ કેટેગરીઝ ટ્રાયલમાં જીત સાથે ભારતીય ટીમમાં સ્થાન મેળવ્યું હતું.
ભારતીય મહિલા કુસ્તી ટીમ માટે ટ્રાયલ પૂર્ણ
આ ખેલાડીઓ અલ્માટી (કઝાકિસ્તાન)માં 13 થી 18 એપ્રિલ દરમિયાન યોજાનારી સિનિયર એશિયન રેસલિંગ ચેમ્પિયનશીપમાં ભાગ લેશે. શનિવારે યોજાયેલા ટ્રાયલમાં પિંકીએ 55 કિલો રેસલિંગના વર્ગમાં મીનાક્ષીને 3-1થી હરાવી હતી. સરિતા મોરએ અંજલીને 10-0 થી, સાક્ષી મલિકે રોનકને 10-0 થી અને દિવ્યા કાકરાને પિંકીને 11-1થી હરાવીને ભારતીય ટીમમાં સ્થાન મેળવ્યું હતું.