નવી દિલ્હી: એશિયન ગેમ્સમાં સુવર્ણ ચંદ્રક વિજેતા અને સ્ટાર ભારતના સ્ટાર ભાલાફેંક ખેલાડી નીરજ ચોપરાએ કોરોના વાઈરસ સામેની લડતમાં કેન્દ્ર અને હરિયાણા રાજ્ય રાહત ભંડોળને ત્રણ લાખ રૂપિયા દાનમાં આપ્યા છે.
કોરોના સહાયઃ સ્ટાર ભાલાફેંક ખેલાડી નીરજ ચોપરાએ 3 લાખનું કર્યું દાન
ભારતના સ્ટાર ભાલાફેંક ખેલાડી નીરજ ચોપરાએ કોરોના વાઈરસ સામેની લડવા માટે કેન્દ્ર અને હરિયાણા સ્ટેટ રિલિફ ફંડમાં 3 લાખ રૂપિયાનું દાન આપ્યું છે.
આ અંગે નીરજે ટ્વીટ કર્યું કે, "મેં પીએમ રિલીફ ફંડમાં બે લાખ અને હરિયાણા કોવિડ રિલીફ ફંડમાં એક લાખ રૂપિયાનું દાન આપ્યું છે. મને આશા છે કે આ સમયે દેશની લડતમાં અમે કોવિડ -19 સામેની લડતમાં સરકારને મદદ કરીશું."
તુર્કીથી પરત ફર્યા બાદ નીરજ હાલમાં પટિયાલામાં નેશનલ સ્પોર્ટ્સ એસોસિએશનમાં આઈસોલેશન વોર્ડમાં એકલો રહી રહ્યો છે. નીરજને ટોકિયો ઓલિમ્પિકમાં મેડલનો દાવેદાર માનવામાં આવતો હતો, પરંતુ કોરોના વાયરસને કારણે ટોક્યો ઓલિમ્પિકને એક વર્ષ માટે મોકૂફ રાખવામાં આવી છે. નીરજે આ મુલતવી રાખવાના નિર્ણયની પ્રશંસા કરી હતી.