ગુજરાત

gujarat

ETV Bharat / sports

ભારતમાં રમતગ-મતના કાર્યક્રમોને કોરોનાની અસર, જુઓ કાર્યક્રમોની અપડેટ - કોરોના વાયરસ

કોવિડ-19એ ભારતમાં રમત-જગતનું કેલેન્ડર ખોરવી નાખ્યું છે. કેન્દ્રના વિવિધ જાહેરનામાએ રમત-ગમત સંચાલક મંડળને મૅચ રદ કરવા જણાવ્યું હતું. લોકોને દેશભરની તમામ રમત-ગમત પ્રવૃત્તિઓમાં મોટા પ્રમાણમાં ભીડ એકત્રિત કરવા ટાળવા માટે વિનંતી કરી હતી.

list-of-sports-events-come-to-standstill-in-india
ભારતમાં રમતગમતના કાર્યક્રમોને કોરોનાની અસર, જુઓ કાર્યક્રમોની અપડેટ

By

Published : Mar 15, 2020, 2:46 PM IST

હૈદરાબાદ: કોવિડ-19 (કોરોના વાયરસ)ને કારણે વિશ્વભરની રમત-ગમત ક્ષેત્રે ભયનો માહોલ ઊભો થયો છે. વુહાનથી ઉદ્દભવેલા કોરોના વાયરસની અસરથી 5,835 લોકોના મોત થયાં છે, જ્યારે વૈશ્વિક સ્તરે 1,56,533થી વધુ લોકોને આ વાયરસથી અસરગ્રસ્ત થયાં છે. કોવિડ-19ની અસર ભારતમાં રમત કેલેન્ડર પર પણ પડી છે. કેન્દ્રના વિવિધ હથિયારોએ રમત-ગમત સંચાલક મંડળને મૅચ રદ કરવા જણાવ્યું હતું. લોકોને દેશભરની તમામ રમત-ગમત પ્રવૃત્તિઓને મોટા પ્રમાણમાં ભીડ એકત્રિત ન થાય, તે માટે વિનંતી કરી હતી. જે બાદ અનિશ્ચિત મુદ્દત માટે મુલતવી રાખવામાં આવી છે.

રમતગમતના કાર્યક્રમોને કોરોનાની અસર

ભારતમાં કોરોના વાયરસથી પ્રભાવિત રમત-ગમતની યાદી

એથલેટિક્સ:

  • એપ્રિલ સુધી ભોપાલમાં યોજાનારી ફેડરેશન કપ નેશનલ જુનિયર એથ્લેટીક્સ ચેમ્પિયનશિપ મુલતવી
    રમતગમતના કાર્યક્રમોને કોરોનાની અસર

બેડમિંટન:

  • નવી દિલ્હીમાં ઈન્ડિયા ઓપન 12 એપ્રિલ સુધી સ્થગિત

બાસ્કેટબોલ:

  • બેંગલુરુમાં 18થી 22 માર્ચની FBIએ 3x3 ઓલિમ્પિક ક્વોલિફાઇંગ ટૂર્નામેન્ટ સ્થગિત

ચેસ:

  • તમામ રાષ્ટ્રીય ટૂર્નામેન્ટ 31મે સુધી મુલતવી
    29 માર્ચથી 15 એપ્રિલ સુધી ઈન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆત મુલતવી

ક્રિકેટ:

  • 29 માર્ચથી 15 એપ્રિલ સુધી ઈન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆત મુલતવી
  • દિલ્હી સરકારે એક મહિના માટે તમામ રમત પ્રવૃત્તિ પર પ્રતિબંધ મૂક્યો
  • ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે વન-ડે સિરીઝ સ્થગિત
  • મુંબઈ અને પુણેમાં માર્ચ 7-22 સુધીના રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ રદ

ફુટબોલ:

  • ગોવાના ATK FC અને ચેન્નાઈન FC વચ્ચે 14 માર્ચે ઈન્ડિયન સુપર લીગની ફાઈનલ ખાલી સ્ટેડિયમમાં યોજાઈ હતી.
  • તમામ ફૂટબોલ ટૂર્નામેન્ટ્સ 31 માર્ચ સુધી સ્થગિત
  • 26 માર્ચે ભુવનેશ્વરમાં ભારત અને કતાર વચ્ચે ફીફા વર્લ્ડ કપ ક્વોલિફાયર મેચ મુલતવી
  • કોલકાતામાં 9 જૂને ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ફીફા વર્લ્ડ કપ ક્વોલિફાયર મેચ મુલતવી
  • આઈસોલમાં 14-27 એપ્રિલ સુધી સંતોષ ટ્રોફી મેચનો અંતિમ રાઉન્ડ મુલતવી
  • I-લીગની બાકી રહેલી 28 મેચ ખાલી સ્ટેડિયમમાં યોજાશે
  • નવી દિલ્હીમાં 19-22 માર્ચથી ઈન્ડિયા ઓપન મુલતવી

ગોલ્ફઃ

  • પ્રોફેશનલ ગોલ્ફ ટૂર ઓફ ઇન્ડિયા (PGTI)ની તમામ ટુર્નામેન્ટ્સ 16 માર્ચથી અનિશ્ચિત સમય માટે મુલતવી

કાર રેસ:

  • દક્ષિણ ભારત રેલી- FIA એશિયા-પેસિફિક ચેમ્પિયનશિપના પ્રારંભિક રાઉન્ડ ચેન્નઇમાં 20-22 માર્ચ સુધી દર્શકો વગર યોજાશે

પેરા સ્પોર્ટ્સ:

  • તમામ રાષ્ટ્રીય અને રાજ્ય ચેમ્પિયનશિપ 15 એપ્રિલ સુધી મુલતવી

શુટિંગ:

  • નવી દિલ્હીમાં રાઈફલ, પિસ્તોલ અને શોટગન માટે આઈએસએસએફ વર્લ્ડ કપ 15-25 માર્ચ સ્થગિત

ટેનીસ:

  • તમામ ડોમેસ્ટિક ટૂર્નામેન્ટ રદ

ABOUT THE AUTHOR

...view details