ગુલમર્ગ : જમ્મૂ-કાશ્મીરના ગુલમર્ગમાં રમાઈ રહેલા ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સની શરુઆત થઈ ચૂકી છે. જેનો શુભારંભ રમત ગમત પ્રધાન કિરણ રિજિજુએ કર્યો હતો.ખેલો ઈન્ડિયાના ત્રીજા દિવસે સ્નો રગ્બીની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જમ્મૂ-કાશ્મીર , હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ અને રાજસ્થાને ભાગ લીધો છે.
મહિલા અને પુરુષ બંને ટીમોએ સ્નો રગ્બી સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં જમ્મૂ-કાશ્મીર,પંજાબ અને બિહારની ટીમ વિજેતા રહી હતી.જમ્મૂ-કાશ્મીરની ટીમે પહેલા પણ રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં ભાગ લઈ સફળતા મેળવી છે, પરંતુ ટીમની કેપ્ટનનું કહવું છે કે, વિન્ટર ગેમ્સ દ્રારા મેચનું આયોજન કરી રગ્બી દ્વારા વધુ પુરુષો ટીમને આકર્ષિત કરી શકાય છે.