નવી દિલ્હી : ભારતીય રાષ્ટ્રીય રાઇફલ સંધે કોરોના વાઇરસને ધ્યાનમાં લઇ શુક્રવારે ભારતની રાજધાની દિલ્હીમાં 15થી 25 માર્ચ સુધી આયોજીત ISSF વિશ્વ કપને સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે.
કોરોના વાયરસને લઇ દિલ્હીમાં આયોજીત ISSF વિશ્વ કપ થયું કેન્સલ
ISSF એ કહ્યું કે,આ સમય સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસ ફેલાઇ રહ્યો છે તેને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે આ વર્ષે દિલ્હીમાં આયોજીત ISSF વિશ્વ કપને રદ્દ કરવામાં આવશે. ત્યારે આ સાથે જ ઓલમ્પિકમાં તમામ ખેલાડિયોને ભાગ લેવાનો મોકો મળશે.
ISSF એ અંતરરાષ્ટ્રીય નિશાનેબાજ ખેલ મહાસંધને મોકલવામાં આવેલા ઓફરમાં વિશ્વ કપને બે અલગ અલગ સ્પર્ધાઓમાં રાઇફલ અને પિસ્ટલમાં આયોજીત કરવાની માગ કરી છે.આ અંગે ISSF કહ્યું કે.તેમણે અંતરરાષ્ટ્રીય ઓલમ્પિક સમિતિથી નિશાનેબાજીના ઓલમ્પિક કોલિફિકેશન સમયને વધારવાની માગ કરી છે.
ISSF એક નિવેદનમાં જણાવ્યું કે,આ સમય સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસની અસર જોવા મળી રહી છે તેથી સરકાર દ્વારા બચાવના ઉપાયો જણાવામાં આવ્યા છે.જેથી આ વખતે ISSF વિશ્વ કપ કેન્સલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.