ટોક્યો ઓલમ્પિકના સૌથી મોટા ચંદ્રકના દાવેદાર બજરંગે ગત વર્ષે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આ વખતે તેઓ માત્ર તેમના ચંદ્રકનો રંગ બદલવા માંગતા નથી, પરંતુ આગામી વર્ષના ટોક્યો ઓલમ્પિકમાં પણ ક્વોલિફાય પણ કરવા માગે છે.
બજરંગ આ પ્રતિષ્ઠિત ટૂર્મામેન્ટમાં 2013માં 60 kg કાંસ્ય ચંદ્રક જીત્યાના 5 વર્ષ બાદ 65 kgમાં રમવા લાગ્યા છે. બજરંગની નજર હવે વિશ્વ ચેમ્પિયનશિપમાં સુશીલ કુમાર બાદ સ્વર્ણ ચંદ્રક જીતનાર બીજા નંબરના ભારતીય પહેલવાન બનવા પર છે. સુશીલે 2010માં વિશ્વ ચેમ્પિયનશિપમાં સ્વર્ણ ચંદ્રક જીત્યો હતો.