નવી દિલ્હીઃભારતની ભૂતપૂર્વ મહિલા હોકી કેપ્ટન એલવેરા બ્રિટો (hockey captain Elvera Brito)એ 60ના દાયકામાં હોકી જગતમાં પોતાની ક્ષમતા સાબિત કરી હતી. મંગળવારે વહેલી સવારે બેંગલુરુમાં તેમનું અવસાન થયું છે. એલ્વેરા અને તેની બે બહેનો રીટા અને માઈ મહિલા હોકીમાં સક્રિય હતી, 1960 અને 1967 વચ્ચે કર્ણાટક માટે રમી હતી. તે દરમિયાન તેણે ત્રણ બહેનો સાથે સાત રાષ્ટ્રીય ખિતાબ (Elvera Brito national award) જીત્યા.
આ પણ વાંચો:Corona Vaccine For Children: હવે 6થી 12 વર્ષના બાળકો માટે પણ આવી ગઈ વેક્સિન
એલ્વેરાને 1965માં અર્જુન એવોર્ડ (Arjun award hockey) આપવામાં આવ્યો હતો અને તે ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા અને જાપાન સામે ભારત તરફથી રમ્યા હતા. હોકી ઈન્ડિયાના પ્રમુખ જ્ઞાનેન્દ્રો નિંગોમ્બમે કહ્યું, એલ્વેરા બ્રિટોના નિધન વિશે જાણીને દુઃખ થયું.
આ પણ વાંચો:આખરે લાંબી ચર્ચા બાદ પ્રશાંત કિશોરે કોંગ્રેસમાં જોડાવાનો કર્યો ઈન્કાર, આપ્યુ કઈક આવુ નિવેદન
જ્ઞાનન્દ્રો નિંગોમ્બમે જણાવ્યું હતું કે, તેણીએ મહિલા હોકીમાં ઘણું હાંસલ કર્યું છે અને એડમિનિસ્ટ્રેટર તરીકે રાજ્યની રમતની સેવા કરવાનું ચાલુ રાખ્યું હતુ. હોકી ઈન્ડિયા (Hockey India) અને સમગ્ર હોકી સમુદાય વતી, અમે તેમના પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ.