ગુજરાત

gujarat

ETV Bharat / sports

ઓલિમ્પિક પહેલા સંપૂર્ણ ધ્યાન ફિટનેસ અને રિકવરી પર - latastsportsnews

નવી દિલ્હી: ભારતીય ટીમની કેપ્ટન રાની રામપાલે કહ્યું કે, અમારું ફોક્સ ફિટનેસ અને રિકવરી પર રહેશે. ઓલિમ્પિક પહેલા અમે શીર્ષ ટીમો વિરુદ્ધ સારું પ્રદર્શન કરવા માગીએ છે.

નવી દિલ્હી
etv bharat

By

Published : Dec 12, 2019, 11:47 PM IST

ભારતીય મહિલા હોકી ટીમની કેપ્ટન રાની રામપાલે કહ્યું કે, ટોક્યો ઓલ્મપિકની તૈયારી સાથે તેમની ટીમ શીર્ષ ટીમો વિરુદ્ધ સારું પ્રદર્શન કરવા માગે છે. તેમનું ધ્યાન ફિટનેસ અને રિકવરી પર રહેશે.

ભારતીય હૉકી ટીમ

ભારતીય ટીમ બેગ્લુરુમાં રાષ્ટ્રીય શિબિરમાં ભાગ લઈ રહી છે. ક્રિસમસ અને નવાવર્ષના ત્રણ સપ્તાહના બ્રેક બાદ ટીમ 5 જાન્યુઆરીના રોજ ફરી એકજુથ થઈ ન્યૂઝીલેન્ડ પ્રવાસની તૈયારી કરશે.

રાનીએ કહ્યું કે, અમારું ધ્યાન ફિટનેસ અને રિકવરીપર રહેશે. ઓલિમ્પિક પહેલા અમે શીર્ષ ટીમો વિરુદ્ધ સારું પ્રદર્શન કરવા માગે છે. અમારે અમારા શરીરની સાથે મગજ પર પણ ફોકસ કરવું પડશે.તેમણે કહ્યું કે, અમે સારું પ્રદર્શન કરવું પડશે. ટોક્યો ઓલ્મપિક સમયે મૌસમને જોઈ મારું માનવું છે કે, ફિટનેસની ભુમિકા મહત્વની હશે.

ભારતીય મહિલા હૉકી ટીમે ઓલ્મપિક ક્વોલીફાયર જીતવા પહેલા સ્પેન, આયરલેન્ડ, જાપાન, ચીન, કોરિયા અને ઈગ્લેન્ડ જેવી ટીમ વિરુદ્ધ જીત મેળવી છે. રાનીને ફિક્કી ઈન્ડિયા રમત પુરસ્કારમાં વર્ષની સર્વ શ્રેષ્ઠ ખેલાડી તરીકે પસંદગી થઈ છે.

આ એવોર્ડ મારા માટે સારું પ્રદર્શન કરવા માટે પ્રેરણારૂપ સાબિત થશે. આ મહિલા હોકીના વિકાસમાં પણ મદદ કરશે. હું ઇચ્છું છું કે વધુ છોકરીઓ રમતગમતને વ્યવસાયિક રૂપે અપનાવે.

ABOUT THE AUTHOR

...view details