કરાચી: કોમનવેલ્થ ગેમ્સ 2022 (commonwealth games 2022) ની સમાપ્તિ બાદથી બર્મિંગહામમાં બે પાકિસ્તાની બોક્સર (Two Pakistani boxers missing in Birmingham) ગુમ થઈ ગયા છે. આ સમાચારની પુષ્ટિ કરતા, પાકિસ્તાન બોક્સિંગ ફેડરેશન (Pakistan Boxing Federation) ના સેક્રેટરી નાસેર તાંગે જણાવ્યું હતું કે, બોક્સર સુલેમાન બલોચ અને નઝીરુલ્લાહ ટીમ ઈસ્લામાબાદ જવાના કલાકો પહેલા ગુમ થઈ ગયા હતા.
આ પણ વાંચો :ગોલ્ડન બોય સુરતના હરમીતનું એરપોર્ટ પર શાનદાર સ્વાગત, પરીવારની આંખોમાં હર્ષ છલકાયો
લેમાન અને નઝીરુલ્લા ગુમ :બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સનું (commonwealth games 2022) સોમવારે સમાપન થયું હતું. તાંગે જણાવ્યું હતું કે, તેમના પાસપોર્ટ સહિત તેમના પ્રવાસ દસ્તાવેજો હજુ પણ ફેડરેશનના અધિકારીઓ પાસે છે. જેઓ બોક્સિંગ ટીમ સાથે ગેમ્સમાં ગયા હતા. તેણે કહ્યું કે, ટીમ મેનેજમેન્ટે યુકેમાં પાકિસ્તાન હાઈ કમિશન અને લંડનમાં સંબંધિત અધિકારીઓને સુલેમાન અને નઝીરુલ્લાના ગુમ થવા અંગે જાણ કરી છે.
આ પણ વાંચો :Video : મગરે 2 કલાક સુધી યુવક સાથે 'રમી મોતની રમત'
સમિતિની રચના કરી :તાંગે કહ્યું કે ગુમ થયેલા બોક્સરોના દસ્તાવેજો પાકિસ્તાનથી આવતા તમામ ખેલાડીઓ માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (Standard Operating Procedures) અનુસાર રાખવામાં આવ્યા હતા. પાકિસ્તાન ઓલિમ્પિક એસોસિએશન (Pakistan Olympic Association) એ ગુમ થયેલા બોક્સરોના કેસની તપાસ માટે ચાર સભ્યોની સમિતિની રચના કરી છે.
આ પણ વાંચો :અનોખું સાહસ ખેડી યુવક બન્યો ગુજરાતનો એક માત્ર ક્વાલિફાઈડ રેસર, શોખ પૂરો કરવા કર્યું આ કામ
કોમનવેલ્થ ગેમ્સની બોક્સિંગ સ્પર્ધામાં પાકિસ્તાન એકપણ મેડલ જીતી શક્યું નથી. દેશે આ ગેમ્સમાં વેઈટ લિફ્ટિંગ અને બરછી ફેંકમાં બે ગોલ્ડ સહિત આઠ મેડલ જીત્યા હતા. બોક્સરોના ગુમ થવાની ઘટના રાષ્ટ્રીય સ્વિમર ફૈઝાન અકબર હંગેરીમાં ફિના વર્લ્ડ ચેમ્પિયનશિપમાંથી ગુમ થયાના બે મહિના પછી આવી છે. જો કે, અકબર ચેમ્પિયનશીપમાં ભાગ લેતો પણ દેખાયો ન હતો અને બુડાપેસ્ટ પહોંચ્યાના થોડા કલાકો પછી તેના પાસપોર્ટ અને અન્ય દસ્તાવેજો સાથે ગાયબ થઈ ગયો હતો. જૂનથી તેનો કોઈ પત્તો લાગ્યો નથી.