લુસાને: ચાર દાયકાથી મેડલની રાહ જોતી ભારતીય પુરુષ હોકી ટીમ ટોક્યો ઓલિમ્પિકમાં તેના અભિયાનની શરૂઆત 24 જુલાઇએ ન્યૂઝીલેન્ડની વિરુધ્ધ કરશે. 8 વખતની ચેમ્પિયન ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા, આર્જેન્ટિના, સ્પેન, ન્યુઝીલેન્ડ અને યજમાન જાપાન સાથે ગ્રુપ-એમાં મૂકવામાં આવી છે, જ્યારે ગ્રુપ-બીમાં બેલ્જિયમ, નેધરલેન્ડ, જર્મની, યુકે, કેનેડા અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે. આ વર્ષે 2020માં ટોક્યો ઓલિમ્પિક્સ યોજવાનું હતું, પરંતુ કોરોના વાઇરસના મહામારીને કારણે એક વર્ષ માટે મોકૂફ રાખવામાં આવ્યું છે.
ભારતીય પુરુષ હોકી ટીમે 1980માં મોસ્કોમાં આઠમું અને છેલ્લું ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીત્યું હતું. મહિલા વર્ગમાં ભારતને નેધરલેન્ડ, જર્મની, બ્રિટન, આયર્લેન્ડ અને દક્ષિણ આફ્રિકાની સાથે પૂલ-એમાં સ્થાન આપવામાં આવ્યું છે. પૂલ બીમાં ઓસ્ટ્રેલિયા, આર્જેન્ટિના, ન્યુઝીલેન્ડ, સ્પેન, ચીન અને જાપાનનો સમાવેશ થાય છે. 24 જુલાઇએ મહિલાઓની ટીમ નેધરલેન્ડ સામે રમ્યા બાદ જર્મની (26 જુલાઈ), બ્રિટન (28 જુલાઈ), આર્જેન્ટિના (29 જુલાઈ) અને જાપાન (30 જુલાઈ) થી રમશે.