ગુજરાત

gujarat

ETV Bharat / sports

લા લીગાઃ રામોસની પેનાલ્ટીના કારણે રિયલ મેડ્રિડ વિજેતા બની

પ્રથમ હાફ ગોલ વિનાનો રહ્યા બાદ લુકા મોડ્રિચે બીજા હાફની 10મી મિનિટમાં એક પ્રયાસ કર્યો જે નિષ્ફળ રહ્યો હતો. જો કે, 63મી મિનિટમાં મેડ્રિડના મેનેજર જિનેદિન જિદાને 3 ફેરફાર કર્યા હતા.

ETV BHARAT
લા લીગાઃ રામોસની પેનાલ્ટીના કારણે રિયલ મેડ્રિડ વિજેતા બની

By

Published : Jul 3, 2020, 6:03 PM IST

મેડ્રિડઃ રિયલ મેડ્રિડે ઝિટાફેને 1-0થી હરાવીને સ્પેનિશ લીગમાં બર્સિલોના પર 4 પોઇન્ટની લીડ મેળવી લીધી છે. સ્કોરબોડમાં પ્રથમ સ્થાન પર રહેલી રિયલ મેડ્રિડ માટે આ મેચમાં સર્જિયો રામોસે પેનાલ્ટીમાં ગોલ કર્યો હતો.

રિયલ મેડ્રિડ

એક સમાચાર એજન્સી મુજબ, મેચ ખૂબ પડકારરૂપ રહ્યો અને રિયલ મેડ્રિડ પ્રથમ હાફમાં સંધર્ષ કરતી જોવા મળી હતી.

પ્રથમ હાફમાં જ્યારે રાફેલ વારાનેને મેદાનની બહાર જવું પડ્યું અને તેમનું સ્થાન ઈડર મિલિટાઓએ લીધું, ત્યારે મેડ્રિડને એક ઝટકો પણ લાગ્યો હતો.

પ્રથમ હાફ ગોલ વિનાનો રહ્યા બાદ લુકા મોડ્રિચે બીજા હાફની 10મી મિનિટમાં એક પ્રયાસ કર્યો જે નિષ્ફળ રહ્યો હતો. જો કે, 63મી મિનિટમાં મેડ્રિડના મેનેજર જિનેદિન જિદાને 3 ફેરફાર કર્યા હતા. તેમણે મોડ્રિચ, વિલિસિયલ જૂનિયર અને ઈસ્કોને મેદાનની બહાર મોકલી રોડ્રિગો, માર્કો એસેંસિયો અને ફેડે વાલવેર્ડેને મેદાનમાં ઉતાર્યા હતા.

78ની મિનિટમાં ટીમનો સાથ ભાગ્યએ આપ્યો અને ટીમને પેનાલ્ટી મળી હતી. જેમાં રામોસે ગોલ કરીને મેડ્રિડને એક ગોલથી આગળ કરી દીધી હતી.

જો, રવિવારે એકલેટિક બિલબાઓ વિરુદ્ધ રમવામાં આવનારા મેચમાં રિયલ મેડ્રિડ જીત પ્રાપ્ત કરશે, તો તે જીત તરફ પોતાનું એક પગલું વધારશે.

સ્પેનિશ લીગના અન્ય મેચમાં રિયલ સોસીદાદે ઈસ્પાનયોલને 2-1થી હરાવી દીધું, જ્યારે ઓસાસુનાએ ઈબરને 2-0થી હરાવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details