ગુજરાત

gujarat

ETV Bharat / sports

રોનાલ્ડોએ પોર્ટુગલને જીત અપાવી, બેલ્જિયમ અને નેધરલેન્ડ પણ જીત્યાં - ફૂટબોલ

બેલ્જિયમે બેલારુસને 8-0થી હરાવીને ગ્રુપ Eમાં પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. જ્યારે નેધરલેન્ડ્સે જિબ્રાલ્ટરને 7-0થી હરાવ્યું અને તે તુર્કી પછી ગ્રુપ Gમાં બીજા સ્થાને છે.

Cristiano Ronaldo
Cristiano Ronaldo

By

Published : Mar 31, 2021, 3:02 PM IST

  • રોનાલ્ડોએ પોર્ટુગલને લક્ઝમબર્ગ સામે 3-1થી જીત અપાવી
  • બેલ્જિયમે બેલારુસને 8-0થી હરાવ્યું
  • નેધરલેન્ડ્સે જિબ્રાલ્ટરને 7-0થી હરાવ્યું

મેડ્રિડ: બેલ્જિયમ અને નેધરલેન્ડ્સે મંગળવારે વર્લ્ડ કપ ફૂટબોલ ક્વોલિફાઇંગ મેચોમાં મોટી જીત નોંધાવી છે. જ્યારે ક્રિસ્ટીઆનો રોનાલ્ડોએ પોર્ટુગલને લક્ઝમબર્ગ સામે 3-1થી જીત અપાવવામાં મદદ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

આ પણ વાંચો -VIDEO: ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જીત્યો ગોલ્ડન ફુટ એવોર્ડ, જાણો શું એવોર્ડની ખાસિયત

બેલ્જિયમે ગ્રુપ Eમાં પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું

બેલ્જિયમે બેલારુસને 8-0થી હરાવીને ગ્રુપ Eમાં પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. જ્યારે નેધરલેન્ડ્સે જિબ્રાલ્ટરને 7-0થી હરાવ્યું અને તે તુર્કી પછી ગ્રુપ Gમાં બીજા સ્થાને છે.

સર્બિયાએ અઝરબૈજાનને 2-1થી હરાવ્યું

આયર્લેન્ડ સામે જીતનારા લક્ઝમબર્ગને પોર્ટુગલ સામે ધાર મેળવીને બીજા અપસેટની આશા રાખી હતી. પોર્ટુગલે જોકે ડિએગો જોલ્ટા, રોનાલ્ડો અને જાઓ પાલિન્હાના ગોલને આભારી સર્બિયા સાથે ગ્રુપ Aમાં પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. બીજી મેચમાં સર્બિયાએ અઝરબૈજાનને 2-1થી હરાવ્યું હતું.

આ પણ વાંચો -સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ

સ્લોવાકિયાએ 2-1થી હરાવ્યું

તુર્કીએ તેની મેચ લાતવિયા સામે 3-3ની બરાબરીથી રમી હતી. તુર્કીની જેમ, રશિયા પણ સતત ત્રીજી જીત નોંધાવવામાં નિષ્ફળ ગયું હતું. તેને સ્લોવાકિયાએ 2-1થી હરાવ્યું હતું.

રશિયા હવે ગ્રુપ Hમાં ક્રોએશિયાની સાથે ટોચ પર

રશિયા હવે ગ્રુપ Hમાં ક્રોએશિયાની સાથે ટોચ પર છે. બીજી મેચમાં ક્રોએશિયાએ માલ્ટાને 3-3થી હરાવ્યું હતું. સાયપ્રસ ગ્રુપમાં પ્રથમ જીત નોંધાવવા સ્લોવેનીયાને 1-0થી હરાવ્યું હતું.

આ પણ વાંચો -રોનાલ્ડોની ફુટબૉલ ક્લબથી વધારે ઈન્સ્ટાગ્રામમાંથી કમાણી

ABOUT THE AUTHOR

...view details