ગુજરાત

gujarat

ETV Bharat / sports

AIFF ટેકનીકી સમિતિનું સૂચન, ISL અને I-League મેચમાં વિદેશી ખેલાડીની સંખ્યામાં ઘટાડો

AIFAની ટેકનીકી સમિતિએ શુક્રવારે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી એક બેઠક યોજી હતી. આ બેઠકમાં નિર્ણય લીધો હતો કે, ત્રણ એશિયા બહારના અને એક એશિયાઇ વિદેશી ખેલાડીને રમતમાં લઇ આવવાનું સૂચન આપવામાં આવે.

AIFF ટેકનીકી સમિતિનું સુચન, ISL અને I-League મેચમાં વિદેશી ખેલાડીની સંખ્યામાં ઘટાડો
AIFF ટેકનીકી સમિતિનું સુચન, ISL અને I-League મેચમાં વિદેશી ખેલાડીની સંખ્યામાં ઘટાડો

By

Published : May 9, 2020, 12:58 PM IST

નવી દિલ્હી : અખિલ ભારતીય ફુટબોલ મહાસંધની ટેકનીકી સમિતિએ શુક્રવારે સૂચન કર્યુ કે, આવનારા વર્ષમાં હોમટાઉનમાં વિદેશી ખેલાડીઓની સંખ્યા દરેક મેચમાં 5થી ઘટાડીને 4 ઓછી આપવામાં આવે.

ફાઇલ ઇમેજ

ભારતના મુખ્ય કોચ ઇગોર સ્ટિમેકે પણ ઇન્ડિયન સુપર લીગ અને આઇ લીગ મેચમાં વિદેશી ખેલાડીની સંખ્યા વધારે હોવા પર નારાજગી દર્શાવતા કહ્યું હતું કે, દેશમાં ભવિષ્ય માટે સુનીલ છેત્રી જેવા ખેલાડી નિકળી શકતો નથી.

AIFF લોગો

આ તકે સ્ટિમેકે કહ્યું કે ISL અને I LEGUEને એશિયાઇ ફુટબોલ પરિસંધની નીતિ અપનાવવી જોઇએ. જેમાં હોમટાઉનની મેચમાં વધુમાં વધુ 4 ખેલાડી હોય છે.

AIFAની ટેક્નીકી સમિતિએ શુક્રવારે વીડિયો કોન્ફરન્સ દ્વારા એક બેઠક યોજી હતી. જે બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે, ત્રણ એશિયા બહારના અને એક એશિયાઇ વિદેશી ખેલાડીને ઉતારવાનું સૂચન આપવામાં આવે.

ABOUT THE AUTHOR

...view details