- ICCએ ટી-20 વિશ્વ કપની તારીખ કરી જાહેેર
- ટી-20 વિશ્વ કપ 17 ઓક્ટોમ્બરથી 14 નવેમ્બર સુધી રમાશે
- UAE અને ઓમાનમાં રમાશે વિશ્વ કપ
ન્યૂઝ ડેસ્કઃ ટી-20 વિશ્વ કપ ભારતની જગ્યાએ UAE માં રમાશે. કોરોના મહામારીના કારણે વિશ્વ કપને UAE માં સીફ્ટ કરવામાં આવ્યો છે, જેની સોમવારે જાહેરાત કરાઈ હતી, ત્યારે આજે મંગળવારે ICC દ્વારા વિશ્વ કપ(T20 World Cup)ની તારીખની પણ જાહેરાત કરી છે. ટી-20 વિશ્વ કપ 17 ઓક્ટોમ્બરથી 14 નવેમ્બર સુધી UAE અને ઓમાનમાં રમાશે. 16 ટીમોની ટુર્નામેન્ટ યુએઈના ત્રણ શહેરો દુબઇ શારજાહ અને અબુધાબી અને ઓમાનમાં રમાશે.
14 નવેમ્બરે ફાઈનલ રમાશે
ICC એ કહ્યું કે, ટૂર્નામેન્ટની યજમાની બીસીસીઆઈ(BCCI) જ કરશે જે હવે દુબઈ આંતરરાષ્ટ્રીટ સ્ટેડિયમ, અબુધાબીના શેખ ઝાયદ સ્ટેડિયમ અને ઓમાન ક્રિકેટ એકેડેમી ગ્રાઉન્ડ ખાતે 17 ઓક્ટોબરથી 14 નવેમ્બર 2021 સુધી રમાશે. ટૂર્નામેન્ટની ફાઈનલ 14 નવેમ્બરના રોજ રમાશે.
આ પણ વાંચોઃ ભારતમાં નહીં હવે UAEમાં રમાશે ટી 20 વર્લ્ડ કપ 2021
ટી-20 વિશ્વ કપ ગત વર્ષે ભારતમાં જ રમાવાનો હતો
આ પહેલા BCCI એ જાહેરાત કરી હતી કે, ટી-20 વિશ્વ કપ (T20 World Cup) ભારતની જગ્યાએ UAE માં રમાશે. BCCI સચિવ જય શાહે કહ્યું હતું કે, અમે ટૂર્નામેન્ટને UAE માં શિફ્ટ કરી રહ્યા છીએ. ઉલ્લેખનિય છે કે, ટી-20 વિશ્વ કપ ગત વર્ષે ભારતમાં જ રમાવાનો હતો, જોકે, કોરોના વાઈરસના (Corona epidemic) કારણે તેને સ્થગિત કરવામાં આવ્યો હતો. હવે 2021 ના વિશ્વકપ બાદ 2022માં પણ ટી-20 વિશ્વકપ રમાશે જેની યજમાની ઓસ્ટ્રેલિયા કરશે.
પ્રથમ રાઉન્ડમાં 8 ક્વોલિફાઈંગ ટીમના મેચ રમાશે
ટૂર્નામેન્ટના પ્રથમ રાઉન્ડમાં 8 ક્વોલિફાઈંગ ટીમ ભાગ લેશે. આ વિશ્વકપના પ્રારભિક રાઉન્ડની 8 ટીમમાં બાંગ્લાદેશ, શ્રીલંકા, આયર્લેન્ડ, નેધરલેન્ડ, સ્કોટલેન્ડ, નામિબીઆ, ઓમાન અને પપુઆ ન્યૂ ગિનીનો સમાવેશ થાય છે. જેના મેચ ઓમાન અને UAE માં રમાશે. આ મેચમાંથી 4 ટીમો સુપર 12માં પહોંચશે. રાઉન્ડ 1 માં 12 મેચો રમાશે. જેમાં 8 ટીમોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટીમોમાંથી 4 ટીમો ક્વોલિફાય થઈ ને ટોપ 8 રેન્કિંગ વાળી ટી-20 ટીમોમાં સામેલ થઈ સુપર 12 માં પહોંચશે. પ્રથમ તબક્કાની મેચો UAE ની સાથે સાથે ઓમાનમાં યોજાશે. સુપર 12 તબક્કામાં 30 મેચ રમાશે. જે 24 ઓક્ટોબરથી શરૂ થવાની શક્યતા છે. સુપર 12 ટીમોને બે ગ્રુપમાં વિભાજીત કરવામાં આવી છે. જેના મેચ UAE માં રમાશે. UAE ના ત્રણ શહેરો દુબઈ શારજાહ અને અબુધાબીમાં રમાશે. ત્યારબાદ ત્રણ પ્લેઓફ મેચ, સેમિફાઈનલ અને ફાઈનલ મેચ રમાશે. ટી-20 વિશ્વકપની ફાઈનલ મેચ 14 નવેમ્બરના રોજ રમાશે.
આ પણ વાંચોઃ COVID-19: ICCએ ટી-20 વિશ્વ કપ 2020ને સ્થગિત કરવાની કરી જાહેરાત
ટી -20 વર્લ્ડ કપને સુરક્ષિત રીતે યોજવાની ICCની પ્રાથમિકતા
ICCના સીઈઓ જ્યૌફ અલ્લાર્ડાઇસે કહ્યું, કે 'અમારી પ્રાથમિકતા ICC ટી -20 વર્લ્ડ કપને સુરક્ષિત રીતે યોજવાનું છે અને તે પણ હાલના સમયપત્રકની અંદર. તેઓએ કહ્યું કે, આ નિર્ણય અમને એવા દેશમાં ટૂર્નામેન્ટનું આયોજન કરવાની નિશ્ચિતતા આપે છે કે જ્યા પહેલા પણ જૈવિક-સુરક્ષિત વાતાવરણમાં મોટી ટૂર્નામેન્ટો રમાઈ ચૂકી છે.
જો ટૂર્નામેન્ટનું આયોજન ભારતમાં થયું હોત તો અમને ખુબ આનંદ થયો હોતઃ સૌરવ ગાંગુલી
BCCIના પ્રમુખ સૌરવ ગાંગુલીએ કહ્યું કે, જો ટૂર્નામેન્ટનું આયોજન ભારતમાં થયું હોત તો અમને ખુબ આનંદ થયો હોત, પરંતુ હાલની પરિસ્થિતિમાં અને વર્લ્ડ ચેમ્પિયનશિપના મહત્વને ધ્યાનમાં રાખીને, BCCI યુએઈ અને ઓમાનમાં આ ટૂર્નામેન્ટની યજમાની કરશે.
આ પણ વાંચોઃ એશિયા કપ અંગેનો નિર્ણય મુલતવી, ACCની બેઠકમાં ગાંગુલી અને શાહે ભાગ લીધો