ગુજરાત

gujarat

ETV Bharat / sports

Sarfaraz Khan : સરફરાઝ ખાનની ટીમમાં પસંદગી કેમ નહિ? સાચું કારણ આવ્યું સામે

ટીમ ઈન્ડિયામાં સરફરાઝ ખાનની પસંદગીને લઈને રવિવારથી જ હંગામો ચાલી રહ્યો છે. રવિવારે, BCCIના એક સૂત્રએ દાવો કર્યો હતો કે, ટીમમાં તેની પસંદગી ન થવાનું મુખ્ય કારણ નબળી ફિટનેસ અને અનુશાસનનો અભાવ છે. સોમવારે, ખેલાડીની નજીકના સૂત્રએ આ દાવાઓને નકારી કાઢ્યા હતા.

Etv BharatSarfaraz Khan
Etv BharatSarfaraz Khan

By

Published : Jun 26, 2023, 5:34 PM IST

નવી દિલ્હી: ભારતીય ટીમમાંથી સરફરાઝ ખાનની હકાલપટ્ટી સાથે ફિટનેસ અને શિસ્તના મુદ્દાઓ જોડાયેલા છે પરંતુ મુંબઈ ક્રિકેટના સૂત્રોનું કહેવું છે કે આવા દાવાઓમાં કોઈ સત્ય નથી. BCCI (ભારતીય ક્રિકેટ બોર્ડ)ના એક વિભાગમાં એવું માનવામાં આવે છે કે સરફરાઝે તેની ફિટનેસમાં સુધારો કરવાની અને મેદાનની અંદર અને બહાર થોડી વધુ શિસ્તબદ્ધ રહેવાની જરૂર છે. જોકે મુંબઈ ક્રિકેટ સાથે જોડાયેલા લોકોએ આ મિડલ ઓર્ડર બેટ્સમેનનો બચાવ કર્યો હતો.

આ કૃત્ય સારું માનવામાં આવતું ન હતું:સરફરાઝે ગત સિઝનમાં દિલ્હી સામે સદી ફટકાર્યા બાદ ડ્રેસિંગ રૂમ તરફ આંગળી ચીંધીને આક્રમક રીતે ઉજવણી કરી હતી. તેમનું આ કૃત્ય સારું માનવામાં આવતું ન હતું. સરફરાઝની આ રીતને તે સમયે સ્ટેડિયમમાં હાજર પસંદગીકારોમાંથી એક પર કટાક્ષ માનવામાં આવી હતી.

નજીકના સૂત્રએ સોમવારે 'PTI'ને કહ્યું: 'દિલ્હીમાં રણજી મેચ દરમિયાન સરફરાઝની ઉજવણી તેના સાથી ખેલાડીઓ અને કોચ અમોલ મજમુદાર માટે હતી. મજમુદારે સરફરાઝની સદીની ઇનિંગ્સ અને તેની કેપ ઉતારીને ઉજવણીની પણ પ્રશંસા કરી હતી. તે સમયે સ્ટેડિયમમાં પસંદગીકાર ચેતન શર્મા નહીં પરંતુ સલિલ અંકોલા હતા. સરફરાઝે ટીમને દબાણની પરિસ્થિતિમાંથી બહાર કાઢ્યું અને આ ઉજવણી તેના માટે હતી. સૂત્રએ કહ્યું, 'શું ખુલ્લેઆમ ઉજવણી કરવી ખોટું છે અને તે પણ જ્યારે તમે તમારા ડ્રેસિંગ રૂમ તરફ ઈશારો કરી રહ્યાં હોવ'.

સરફરાઝને 14 વર્ષનો હતો ત્યારથી ઓળખે છે: સરફરાઝ વિશે એવું પણ કહેવાય છે કે, ગયા વર્ષે મધ્યપ્રદેશના તત્કાલિન કોચ ચંદ્રકાંત પંડિત તેના વલણથી ખુશ ન હતા. પરંતુ સૂત્રએ કહ્યું કે, પંડિતે હંમેશા તેના પ્રત્યે પ્રેમ દર્શાવ્યો છે. સૂત્રએ કહ્યું, 'ચંદુ સર તેની સાથે પુત્રની જેમ વર્તે છે. સરફરાઝને તે 14 વર્ષનો હતો ત્યારથી ઓળખે છે. તે હંમેશા સરફરાઝના વખાણ કરે છે. તે સરફરાઝ પર ક્યારેય ગુસ્સે નહીં થાય.

ઘરેલું ક્રિકેટમાં રન બનાવ્યા પછી પણ અવગણવા: સરફરાઝના નજીકના લોકો જોકે જાણવા માગે છે કે, ઘરેલું ક્રિકેટમાં રન બનાવ્યા પછી પણ તેને ભારતીય ટીમમાં કેમ અવગણવામાં આવ્યો છે. ભારતીય ટીમમાં ફિટનેસ નોર્મ 16.5 (યો યો ટેસ્ટ) છે અને તેણે તે હાંસલ કર્યું છે. જ્યાં સુધી ક્રિકેટની ફિટનેસની વાત છે, તેણે ઘણી વખત 2 દિવસ બેટિંગ કરી અને પછીવ 2 દિવસ ફિલ્ડિંગ કરી હતી.

આ પણ વાંચો:

  1. MS Dhoni 42nd Birthday : આ શહેરોમાં 'માહી'ના જન્મદિવસ પર થશે ભવ્ય ઉજવણી, ચાહકો કરશે ખાસ શો સાથે ઉજવણી
  2. BCCI On Asian Games 2023 : BCCIનો મોટો નિર્ણય, ભારતીય પુરુષ-મહિલા ટીમ એશિયન ગેમ્સમાં ભાગ લેશે

ABOUT THE AUTHOR

...view details