ગુજરાત

gujarat

ETV Bharat / sports

TWITTER BLUE TICK :ટ્વિટરે આ ખેલાડીઓ પાસેથી પણ છીનવી લિધુ બ્લુ ટિક

ઈલોન મસ્કે ટ્વિટરની કમાન સંભાળી છે, ત્યારથી તેઓ ટ્વિટરની નીતિને લઈને ઘણા ફેરફારો કરી રહ્યા છે. શુક્રવારે સવારે, ટ્વિટરે તેની નવી નીતિ હેઠળ, ઘણા દિગ્ગજોના એકાઉન્ટમાંથી બ્લુ ટીક્સ દૂર કરી દેવામાં આવી છે. રમત જગતની ઘણી મોટ હસ્તીઓના નામ સામેલ છે.

Etv BharatTWITTER BLUE TICK
Etv BharatTWITTER BLUE TICK

By

Published : Apr 21, 2023, 3:30 PM IST

નવી દિલ્હીઃ ટ્વિટરની નવી પોલિસી હેઠળ દેશના સૌથી લોકપ્રિય ખેલાડીઓમાં સામેલ સચિન તેંડુલકર, વિરાટ કોહલી, મહેન્દ્ર સિંહ ધોની, રોહિત શર્મા, વીરેન્દ્ર સેહવાગ જેવા ઘણા ખેલાડીઓના ટ્વિટર હેન્ડલ પરથી બ્લુ ટિક હટાવી દેવામાં આવી છે. શુક્રવારની સવારે બ્લુ ટિકના કારણે તમામ મોટા નામ ખાસમાંથી આમ બની ગયા હતા.

ટ્વિટર મેમ્બરશિપ માટે ફી:કહેવામાં આવી રહ્યું છે કે, જ્યારથી ઈલોન મસ્કે ટ્વિટરની કમાન સંભાળી છે, ત્યારથી તેઓ ટ્વિટરની નીતિને લઈને ઘણા ફેરફારો કરી રહ્યા છે. ઈલોન મસ્કે અગાઉ પણ જાહેરાત કરી હતી કે, કોઈપણ વ્યક્તિની પ્રોફાઇલ સાથે વેરિફાઈડ બ્લુ ટિક માર્ક મેળવવા અથવા જાળવી રાખવા માટે ટ્વિટર મેમ્બરશિપ લેવી પડશે. આ માટે તેણે ફી પણ નક્કી કરી હતી.

ખેલાડીઓ અથવા હાઇ પ્રોફાઇલ લોકોના ટ્વિટર હેન્ડલ પરથી દૂર કરવામાં આવી:એવું માનવામાં આવે છે કે, બ્લુટિકને તે ખેલાડીઓ અથવા હાઇ પ્રોફાઇલ લોકોના ટ્વિટર હેન્ડલ પરથી દૂર કરવામાં આવી છે અથવા દૂર કરવામાં આવી રહી છે જેમણે ટ્વિટર પર સબ્સ્ક્રાઇબ કર્યું નથી. સચિન તેંડુલકર, વિરાટ કોહલી, મહેન્દ્ર સિંહ ધોની, રોહિત શર્મા, વિરેન્દ્ર સેહવાગ, કેએલ રાહુલ, જસપ્રીત બુમરાહ, સૂર્યકુમાર યાદવ, શિખર ધવન, યુઝવેન્દ્ર ચહલ જેવા ખેલાડીઓ તેમજ કપિલ દેવ, રવિ શાસ્ત્રી અને સુનીલ ગાવસ્કર જેવા ખેલાડીઓને ટિક ઓફ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો:IPL 2023 : આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે ટક્કર થશે

આ ખેલાડીઓ પાસે બ્લુ ટિક અકબંધ છે:આ સાથે ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝા, બેડમિન્ટન પ્લેયર સાઈના નેહવાલ, પીવી સિંધુ જેવા અન્ય રમતના પ્રખ્યાત ખેલાડીઓના નામ પરથી પણ ટિક હટાવી દેવામાં આવી છે. બીજી તરફ હાર્દિક પંડ્યા, હરભજન સિંહ અલગ-અલગ રંગની ટીક સાથે તેમજ આર.કે. અશ્વિન અને ચેતેશ્વર પૂજારા જેવા ખેલાડીઓ પાસે બ્લુ ટિક અકબંધ છે.

આ પણ વાંચો:IPL 2023 : ઓરેન્જ અને પર્પલ કેપ પર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ખેલાડીઓએ કબ્જો કર્યો

ટ્વિટર બ્લુ ટિક શા માટે..?:ટ્વિટર બ્લુ ટિક એ એલોન મસ્કની માલિકીની કંપની દ્વારા ચૂકવણી કરેલ સેવા છે. આ સબ્સ્ક્રિપ્શન લેવા પર, તે તમારી પ્રોફાઇલ પર બ્લુ ટિક વેરિફાઇડ ચેકમાર્ક પ્રદાન કરે છે, પરંતુ કેટલીક અન્ય સેવાઓ અને સુવિધાઓ પણ પ્રદાન કરે છે. Twitter iOS અને Android બંને ઉપકરણો પર Blue Ticks ઉપલબ્ધ કરાવે છે. ટ્વિટરની વેબસાઇટનો ઉપયોગ કરનારાઓ પણ તેને ખરીદી શકે છે. ભારતમાં iOS અને Android વપરાશકર્તાઓ માટે માસિક સબ્સ્ક્રિપ્શન ફી 900 રૂપિયા રાખવામાં આવી છે, જ્યારે વેબ માટે ફી ઘટાડીને માત્ર 650 રૂપિયા પ્રતિ માસ કરવામાં આવી છે. આ ઉપરાંત, તે વપરાશકર્તાને 6,800 રૂપિયાની વાર્ષિક ફી પર પ્રીમિયમ સેવામાં સબ્સ્ક્રાઇબ કરવાની તક આપે છે, જે દર મહિને લગભગ રૂપિયા 566 થાય છે.

આ સુવિધા મળશે:કંપનીએ પોતાની ટ્વિટર બ્લુ સર્વિસ શરૂ કરી તે પહેલા દુનિયાભરની સેલિબ્રિટીઓ, રાજનેતાઓ, પત્રકારો અને જાહેર હસ્તીઓના ઓથેન્ટિક એકાઉન્ટ પર બ્લુ ટિક આપવામાં આવતી હતી. ટ્વિટર બ્લુ ગ્રાહકોને 4,000 શબ્દોની લેખન મર્યાદા મળે છે, જ્યારે અન્ય વપરાશકર્તાઓ માટે મર્યાદા 280 શબ્દો છે. પેઇડ સબ્સ્ક્રિપ્શન વપરાશકર્તાઓ પાસે 60 મિનિટ સુધીના લાંબા વીડિયો અથવા 2GB સુધીના કદના વીડિયો અપલોડ કરવાની સુવિધા પણ છે.

ABOUT THE AUTHOR

...view details