મુલતાનઃએશિયા કપ-2023ની પ્રથમ મેચમાં આજે મુલતાનમાં પાકિસ્તાન અને નેપાળ ટકરાશે, જેમાં પાકિસ્તાન જીતના પ્રબળ દાવેદાર છે. એશિયા કપ માટે ક્રિકેટ ચાહકોને લાંબી રાહ જોવી પડી હતી. તેની પાછળ ભારત સાથે પાકિસ્તાનના રાજકીય સંબંધો જવાબદાર હોવાનું માનવામાં આવતું હતું. નેપાળ પ્રથમ વખત એશિયા કપ રમી રહ્યું છે અને પ્રથમ વખત પાકિસ્તાન સામે વનડે મેચ રમવા જઈ રહ્યું છે. પાકિસ્તાનની ટીમ ODI રેન્કિંગમાં નંબર વન પર છે તો નેપાળ 15માં નંબર પર છે.
ભારત તેની તમામ મેચ શ્રીલંકામાં રમશેઃ આ વર્ષે એશિયા કપનું આયોજન પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યું હતું, પરંતુ ભારતે ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાન જવાની ના પાડી દીધી હતી, જેના કારણે એશિયા કપ પર લાંબા સમય સુધી સસ્પેન્સ રહ્યું હતું. જોકે, બાદમાં ટુર્નામેન્ટનું આયોજન બે અલગ-અલગ દેશો પાકિસ્તાન અને શ્રીલંકામાં કરવામાં આવી રહ્યું છે. જેમાં ભારત તેની તમામ મેચ શ્રીલંકામાં રમશે.
આ ટુર્નામેન્ટમાં કુલ 13 મેચો રમાશે:દરેક ગ્રુપમાંથી ટોચની 2 ટીમો સુપર-4 તબક્કા માટે ક્વોલિફાય થશે, ત્યારબાદ ટોચની બે ટીમો 15 સપ્ટેમ્બરે કોલંબોમાં ફાઇનલ રમશે. ભારત, નેપાળ અને પાકિસ્તાનને ગ્રુપ Aમાં જ્યારે બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને શ્રીલંકાને ગ્રુપ Bમાં રાખવામાં આવ્યા છે. આખી ટુર્નામેન્ટમાં કુલ 13 મેચો રમાશે.
ફાઈનલ 17 સપ્ટેમ્બરે રમાશેઃ ગ્રુપ સ્ટેજની મેચો 30 ઓગસ્ટથી 5 સપ્ટેમ્બર સુધી રમાશે, જેમાં ત્રણ મેચ પાકિસ્તાનમાં અને બાકીની મેચ શ્રીલંકામાં રમાશે. સુપર-ફોર સ્ટેજ 6 થી 15 સપ્ટેમ્બર સુધી રમાશે, જેમાં 5 મેચ શ્રીલંકામાં અને 1 મેચ પાકિસ્તાનમાં રમાશે. ફાઈનલ 17 સપ્ટેમ્બરે કોલંબોના આર.કે. પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે યોજાશે.
આ પણ વાંચોઃ
- Asia Cup 2023: એશિયા કપ 2023 ઘણી રીતે ખાસ રહેશે, જાણો આ ટૂર્નામેન્ટના ઈતિહાસ વિશે
- Pakistan Cricket Team: પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે નવી જર્સી લોન્ચ, વર્લ્ડ કપ દરમિયાન પહેરશે
- Yo-Yo test: શું છે આ યો-યો ટેસ્ટ, આ દિગ્ગજ ખેલાડીઓ પણ યો-યો ટેસ્ટમાં ફેલ થયા હતા