ગુજરાત

gujarat

ETV Bharat / sports

Asia Cup 2022: ભારત સામેની મેચ પહેલા પાક.નો બોલર મોહમ્મદ વસીમ ઈજાગ્રસ્ત - પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ

એશિયા કપ 2022માં ભારત સામેની મેચ પહેલા પીઠના દુખાવાના કારણે પાકિસ્તાનના ઝડપી બોલર મોહમ્મદ વસીમને પ્રેક્ટિસ સેશનમાં હાજર રહેવાનો ચાન્સ મળ્યો ન હતો. પાકિસ્તાનનો ઝડપી બોલર શાહીન શાહ આફ્રિદી ઈજાના કારણે એશિયા કપ 2022માંથી બહાર થઈ ગયો છે. Asia Cup 2022, Pakistan fast bowler Mohammad Wasim, Mohammad Wasim injured, india vs pakistan.

ભારત સામેની મેચ પહેલા પાકિસ્તાનનો ઝડપી બોલર મોહમ્મદ વસીમ ઘાયલ
ભારત સામેની મેચ પહેલા પાકિસ્તાનનો ઝડપી બોલર મોહમ્મદ વસીમ ઘાયલ

By

Published : Aug 26, 2022, 3:34 PM IST

દુબઈ એશિયા કપ (2022 Asia Cup 2022) માં પાકિસ્તાન તેની પ્રથમ મેચ રવિવારે (28 ઓગસ્ટ) ભારત સામે રમશે. એશિયા કપ યુએઈમાં 27 ઓગસ્ટથી શરૂ થશે. એશિયા કપ 2022માં ભારત સામેની નિર્ણાયક મેચ પહેલા પીઠના દુખાવાના કારણે પાકિસ્તાનના (Pakistan fast bowler Mohammad Wasim) ઝડપી બોલર મોહમ્મદ વસીમ (Mohammad Wasim injured) ને પ્રેક્ટિસ સેશન ચૂકી જવું પડ્યું હતું. પાકિસ્તાનનો વધુ એક ઝડપી બોલર શાહીન શાહ આફ્રિદી ઈજાના કારણે એશિયા કપ 2022માંથી બહાર થઈ ગયો છે.

આ પણ વાંચોઆગામી યોજાનારી T20 વર્લ્ડ કપ માટે અનરિઝર્વ્ડ ટિકિટો ઉપલબ્ધ

ઝડપી બોલરને સ્કેન માટે મોકલ્યોઆ 21 વર્ષીય ખેલાડીને ઈજાની સ્થિતિનું યોગ્ય રીતે મૂલ્યાંકન કરવા માટે એમઆરઆઈ સ્કેન માટે મોકલવામાં આવ્યો છે. તેણે ગુરુવારે ICC એકેડમીમાં નેટ પ્રેક્ટિસ દરમિયાન પીઠના દુખાવાની ફરિયાદ કરી હતી. ESPNcricinfoના અહેવાલ મુજબ, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) કોઈ જોખમ લેવા માંગતું ન હતું અને તેથી સાવચેતી તરીકે ઝડપી બોલરને સ્કેન માટે મોકલ્યો. હજુ સુધી, તેની ઈજા અંગે કોઈ અપડેટ બહાર આવ્યું નથી.

ઘૂંટણની ઈજાને કારણે ટુર્નામેન્ટમાંથી બહારયુવા ફાસ્ટ બોલરે પાકિસ્તાન માટે અત્યાર સુધીમાં આઠ વનડે અને 11 ટી20 મેચ રમી છે. તેણે ગયા વર્ષે જુલાઈમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. પાકિસ્તાન પેસરના ઝડપી સ્વસ્થ થવાની આશા રાખશે કારણ કે, તે પહેલાથી જ તેમના મુખ્ય બોલર શાહીન વિના રમશે. જે ઘૂંટણની ઈજાને કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો.

આ પણ વાંચોગુજરાતનો આ ખેલાડી કરશે ન્યુઝીલેન્ડ સામે ભારતનું નેતૃત્વ

એશિયા કપ 2022એશિયા કપ 2022માં પાકિસ્તાન તેની પ્રથમ મેચ રવિવારે (28 ઓગસ્ટ) ભારત સામે રમશે. એશિયા કપ યુએઈમાં 27 ઓગસ્ટથી શરૂ થશે. પ્રથમ મેચ શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાશે. એશિયા કપ 2022માં કુલ 13 મેચો રમાશે. ફાઈનલ મેચ 11 સપ્ટેમ્બરે રમાશે.

ABOUT THE AUTHOR

...view details