ગુજરાત

gujarat

ETV Bharat / sports

માર્ક બાઉચર મુંબઈ ઈન્ડિયન્સના મુખ્ય કોચ તરીકે નિયુક્ત

દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ વિકેટ કીપર બેટ્સમેન માર્ક બાઉચરની આગામી ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) સિઝન માટે મુંબઈ ઈન્ડિયન્સ (MI)ના કોચ તરીકે નિમણૂક કરવામાં આવી છે. ફ્રેન્ચાઇઝીએ શુક્રવારે આ જાહેરાત કરી હતી. બાઉચર દક્ષિણ આફ્રિકાની પુરુષ રાષ્ટ્રીય ટીમના મુખ્ય કોચ છે. Mark Boucher appointed coach of Mumbai Indians, IPL.

Etv Bharatમાર્ક બાઉચર મુંબઈ ઈન્ડિયન્સના મુખ્ય કોચ તરીકે નિયુક્ત
Etv Bharatમાર્ક બાઉચર મુંબઈ ઈન્ડિયન્સના મુખ્ય કોચ તરીકે નિયુક્ત

By

Published : Sep 16, 2022, 5:28 PM IST

હૈદરાબાદ : દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ વિકેટ કીપર બેટ્સમેન માર્ક બાઉચરની આગામીઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) સિઝન માટે મુંબઈ ઈન્ડિયન્સ (Mark Boucher appointed coach of Mumbai Indians) ના કોચ તરીકે નિમણૂક કરવામાં આવી છે. 45 વર્ષીય ભૂતપૂર્વ ક્રિકેટર શ્રીલંકાના ભૂતપૂર્વ કેપ્ટન માહેલા જયવર્દનેનું સ્થાન લેશે. જેમને તાજેતરમાં ફ્રેન્ચાઇઝી દ્વારા તેના વૈશ્વિક વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. બાઉચર દક્ષિણ આફ્રિકાની પુરુષ રાષ્ટ્રીય ટીમના મુખ્ય કોચ છે. તેમણે આ સપ્તાહની શરૂઆતમાં જાહેરાત કરી હતી કે, તે આગામી T20 વર્લ્ડ કપ પછી પદ છોડશે.

બાઉચરની સિદ્ધિઓ : બાઉચરે અહીં જારી કરાયેલા એક નિવેદનમાં કહ્યું કે,મુંબઈ ઈન્ડિયન્સના મુખ્ય કોચ તરીકે નિયુક્ત થવું એ સન્માન અને વિશેષાધિકારની વાત છે. મુંબઈ ઈન્ડિયન્સનો ઈતિહાસ અને સિદ્ધિઓ તેમને રમતગમતની દુનિયાની સૌથી સફળ ફ્રેન્ચાઈઝી બનાવે છે. હું આ પડકાર માટે તૈયાર છું. વિશ્વના સૌથી સફળ વિકેટકીપરમાંથી એક બાઉચર ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ શિકાર કરવાનો રેકોર્ડ ધરાવે છે.

આંતરરાષ્ટ્રીય મેચ : નિવૃત્તિ લીધા પછી બાઉચર દક્ષિણ આફ્રિકાની ટોચની સ્તરની ક્રિકેટ ફ્રેન્ચાઇઝી ટાઇટન્સના કોચ બન્યા હતા. તેના હેઠળ ટાઇટન્સે પાંચ ડોમેસ્ટિક ટાઇટલ જીત્યા હતા. તેમને 2019 માં દક્ષિણ આફ્રિકાના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જ્યાં તેમણે ટેસ્ટ મેચોમાં 11, ODIમાં 12 અને T20 આંતરરાષ્ટ્રીયમાં 23 જીત મેળવી છે.

આકાસ અંબાણીએ કર્યું સ્વાગત : રિલાયન્સ જિયોના ચેરમેન આકાશ અંબાણીએ જણાવ્યું હતું કે, અમને મુંબઈ ઈન્ડિયન્સમાં માર્ક બાઉચરનું સ્વાગત કરતાં આનંદ થાય છે. તેમણે મેદાનની અંદર અને બહાર તેની કુશળતા સાબિત કરી છે અને મુંબઈ ઈન્ડિયન્સના વારસાને સફળતાપૂર્વક આગળ ધપાવવાની અપેક્ષા છે.

ABOUT THE AUTHOR

...view details