નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા સાથેની વનડે શ્રેણી માટે મંગળવારે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. વિરાટ કોહલી અને રોહિત શર્માને શ્રેણીની પ્રથમ 2 મેચ માટે આરામ આપવામાં આવ્યો છે. અશ્વિન ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી માટે પરત ફર્યો છે. રૂતુરાજ ગાયકવાડ અને તિલક વર્માનો પ્રથમ બે મેચ માટે સમાવેશ કરવામાં આવ્યો છે. ટીમની જાહેરાત બાદ સંજુ સેમસનના ચાહકો નિરાશ થયા છે.
ઈરફાન પઠાણે શું કહ્યુંઃસંજુ સેમસનની ટીમમાં પસંદગી ન થયા બાદ પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર ઈરફાન પઠાણે X પર એક પોસ્ટમાં કહ્યું કે 'જો હું સંજુ સેમસનની જગ્યાએ હોત તો હું ખૂબ જ નિરાશ થયો હોત'.
ફેન્સ સોશિયલ મીડિયા સવાલો પૂછી રહ્યા છેઃ ઈરફાન પઠાણની આ પોસ્ટ પર ફેન્સ સતત પ્રતિક્રિયા આપી રહ્યા છે. સંજુ સેમસન સાથે આવું પહેલીવાર નથી બન્યું, આ પહેલા પણ ફેન્સ નિરાશ થયા છે. ફેન્સ સોશિયલ મીડિયા હેન્ડલ X પર સતત સવાલો પૂછી રહ્યા છે કે, ODI ક્રિકેટમાં 55.71ની એવરેજ હોવા છતાં સંજુ સેમસનને ટીમમાં શા માટે સામેલ કરવામાં આવ્યો નથી.