ગુજરાત

gujarat

ETV Bharat / sports

રાજસ્થાન રોયલ્સે પંજાબ કિંગ્સને બે રનથી હરાવ્યું - રાજસ્થાન રોયલ્સ

રાજસ્થાન રોયલ્સએ IPLમાં મંગળવારે પંજાબના 2 રનથી હરાવ્યું હતું. 186 રનનો પીછો કરવા માટે મેદાનમાં ઉતરેલી પંજાબની ટીમ 20 ઓવરમાં 4 વિકેટમાં 183 જ રન જ બનાવી શકી

રાજસ્થાન રોયલ્સે પંજાબ કિંગ્સને બે રનથી હરાવ્યું
રાજસ્થાન રોયલ્સે પંજાબ કિંગ્સને બે રનથી હરાવ્યું

By

Published : Sep 22, 2021, 8:51 AM IST

  • IPL 2021માં રાજસ્થાન રોયલ્સે પંજાબ કિંગ્સને હરાવ્યું
  • રજસ્થાને પંજાબને 2 રનથી હારાવ્યું
  • કાર્તિક રહ્યા મેચના હિરો

દિલ્હી: રાજસ્થાન રોયલ્સએ IPLમાં મંગળવારે પંજાબ કિંગ્સને 2 રનથી હરાવ્યું હતું. પંજાબ કિંગ્સને છેલ્લા ઓવરમાં જીતવા માટે માત્ર 4 રન બનાવવાના હતા આમ છતા તે 2 રનથી હારી ગઈ. છેલ્લી ઓવરમાં યુવા બોલર કાર્તિક ત્યાગીએ શાનદાર બોલિંગ કરી હતી.

શાનદાર શરૂઆત

186 રન બનાવવા માટે પંજાબની શરૂઆત શાનદાર હતી. ઓપનર અને કેપ્ટન કેએલ રાહુલે 49 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જ્યારે મંયક અગ્રવાલે 67 રનનું યોગદાન આપ્યું હતું. પંજાબ કિંગ્સ માટે ત્યાગીએ 2, સકરીયા અને તેવતિયાએ 1-1 ખેલાડીઓને આઉટ કર્યા હતા.

આ પણ વાંચો : મહંત નરેન્દ્ર ગિરીને પોસ્ટમોર્ટમ બાદ આજે સમાધિ આપવામાં આવશે

ટોસ જીતી બેટીંગનો નિર્ણય

IPL 2021ના 32મી મેચમાં પંજાબ કિંગ્સે ટોસ જીતીને બોલિંગ લીધી હતી. યશસ્વી જયસ્વાલ (49) અને મહિપાલ લોમરોર (43)ની શાનદાર બેટીંગ દ્વારા રાજસ્થાન રોયલ્સ પહેલા બેટીંગ કરીને 185 રન બનાવી શકી. ઓપનર એવિન લુઈસ અને જયસ્વાલે રાજસ્થાન માટે ધમાકેદાર બેટીંગ કરતા 54 રનની પાટનરશીપ કરી હતી. લુઈસે 21 બોલમાં ધમારેદાર બેટીંગ કરીને 7 ચોક્કા અને 1 છક્કા દ્વારા 36 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો : ઓવૈસીની મુલાકાત સંદર્ભે કોંગ્રેસના સાંસદ ગિયાસુદ્દીન શેખ સાથે ખાસ વાતચીત

પંજાબની તરફથી અર્શદીપ સિહે સર્વાધિક 5 વિકેટ મોહમ્મદ શમીએ 3 જ્યારે ઈશાન પોરેલ અને હરપ્રીત બરારે 1-1 વિકેટ લીધી હતી.

ABOUT THE AUTHOR

...view details