નવી દિલ્હી :ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023માં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ નવો રેકોર્ડ બનાવ્યો છે અને આઈપીએલમાં સૌથી વધુ પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ મેળવનાર ભારતીય ખેલાડી બની ગયો છે. મંગળવારે રમાયેલી મેચ દરમિયાન, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન તરીકે સુકાનીની ઈનિંગ્સ રમી રહેલા રોહિત શર્માએ પોતાની ટીમને દિલ્હી કેપિટલ્સ સામે શાનદાર જીત અપાવી અને 19મી વખત પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. આઈપીએલમાં ભારતીય ખેલાડીઓમાં આ એક રેકોર્ડ છે.
રોહિત શર્માએ 17 વખત પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ જીત્યો :મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ 17 વખત પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ જીતનાર ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને પાછળ છોડી દીધા છે. તે જ સમયે, વિસ્ફોટક બેટ્સમેનોમાં ગણવામાં આવતા યુસુફ પઠાણે પણ 16 વખત આ ખિતાબ જીત્યો છે. આ સાથે ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમતા સુરેશ રૈના અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ખેલાડી વિરાટ કોહલી 14-14 વખત પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ જીતવામાં સફળ રહ્યા છે.
આ પણ વાંચો :IPL 2023: રોહિત મેચ દરમિયાન સૂર્યકુમાર યાદવ પર થયો ગુસ્સે, જુઓ વીડિયો
પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ મેળનાર ખેલાડીઓ :બીજી તરફ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રમતા અન્ય ખેલાડીઓની વાત કરીએ તો ગૌતમ ગંભીરને 13 વખત પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ મળ્યો છે, જ્યારે લખનઉ સુપરજાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલ સહિત ઘણા ખેલાડીઓ 12-12 વખત પ્લેયર ઓફ ધ મેચ બન્યા છે. આ રીતે, લખનઉ સુપરજાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલ સિવાય, 12 વખત પ્લેયર ઓફ ધ મેચ બનેલા ખેલાડીઓમાં રવિન્દ્ર જાડેજા, અજિંક્ય રહાણે અને સ્પિનર અમિત મિશ્રાનું નામ પણ સામેલ છે.
આ પણ વાંચો :IPL 2023: આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ખરાખરીનો જંગ
રોહિત શર્મા ત્રીજા સ્થાને છે :જો આપણે આઈપીએલના એકંદર રેકોર્ડ પર નજર કરીએ તો આ મામલે એબી ડી વિલિયર્સ સૌથી આગળ છે, જેણે 25 વખત પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ જીત્યો છે. આ પછી ક્રિસ ગેલે 22 વખત આ કારનામું કર્યું છે. રોહિત શર્મા ત્રીજા સ્થાને છે. રોહિત શર્માને પ્રથમ વખત ડેક્કન ચાર્જર્સ દ્વારા 2008માં IPLમાં રમવાની તક આપવામાં આવી હતી. આ પછી રોહિતે 2009માં પ્રથમ વખત પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ જીત્યો હતો. જે બાદ રોહિત શર્માને 2011માં મુંબઈ ઈન્ડિયન્સે પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. ત્યારથી તે આઈપીએલના સૌથી સફળ ખેલાડીઓમાંથી એક બની ગયો છે. રોહિત શર્માએ IPLમાં રમાયેલી 230 મેચોની 225 ઇનિંગ્સમાં 5966 રન બનાવ્યા છે, જ્યારે 28 વખત નોટઆઉટ રહ્યો છે. જેમાં એક સદી અને 41 અડધી સદી સામેલ છે.
IPL ટ્રોફી સાથે મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન રોહિત શર્મા