- કોહલીની ટીમ 18 પોઇન્ટ મેળવવા માટે રમશે
- હૈદરાબાદની ટીમ સન્માન માટે લડતી જોવા મળશે
- બેંગ્લોરની આશા અકબંધ રહશે ટોપ બેમાં પહોંચવા માટે
હૈદરાબાદ: IPL 2021માં આજની મેચમાં વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પોઇન્ટ ટેબલમાં 18 પોઇન્ટ મેળવવા માટે રમશે. બીજી બાજુ, સનરાઇઝર્સ હૈદરાબાદ આમાં તેમના સન્માન માટે લડતા જોવા મળશે.
કોહલીની આગેવાનીવાળી આરસીબીએ પ્લેઓફમાં સ્થાન મેળવ્યું લીધું છે, જ્યારે કેન વિલિયમ્સનની આગેવાનીવાળી એસઆરએચ છેલ્લા ચારની રેસ ઘણા સમય પહેલા બહાર થઈ ગઈ છે. બેંગ્લોર 12 મેચમાં આઠ જીત અને ચાર હાર સાથે પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. તેના 16 માર્ક્સ છે. ત્યારે હૈદરાબાદ સમાન સંખ્યામાં મેચમાં માત્ર બે જીત નોંધાવવામાં સફળ રહ્યું છે અને ચાર પોઇન્ટ સાથે આઠમા નંબરે છે.
RCBની જબરદસ્ત વાપસી
RCB IPL 2021ના બીજા તબક્કામાં પોતાની છઠ્ઠી મેચ રમશે. ટીમે બીજા તબક્કામાં સારી શરૂઆત કરી ન હતી અને તેને સતત બે મેચ હારવી પડી હતી. આ પછી વિરાટની સેનાએ જબરદસ્ત વાપસી કરી અને વિજયની હેટ્રિક લગાવી.
બેંગ્લોરે છેલ્લી મેચમાં પંજાબ કિંગ્સને છ વિકેટથી હરાવ્યું હતું અને હવે હૈદરાબાદને હરાવીને ચાર વિકેટે વિજય મેળવવાનો પ્રયાસ કરશે. આવી સ્થિતિમાં ટોપ બેમાં પહોંચવાની બેંગ્લોરની આશા પણ અકબંધ રહેશે.
SRHએ બીજા તબક્કામાં પણ પોતાનું નસીબ બદલ્યું નહી