ગુજરાત

gujarat

ETV Bharat / sports

IPL-2021: સંજય બાંગર RCBના નવા બેટિંગ કોચ બન્યાં

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ની ટીમે સંજય બાંગરને બેટિંગ સલાહકાર તરીકે નિયુક્ત કર્યા છે. બાંગરે 2014ની IPL સીઝનમાં પંજાબ સાથે જોડાયા હતા અને તેમની કોચિંગ હેઠળ ટીમે ફાઈનલમાં સારૂ પ્રદર્શન કર્યું હતું. આ સીઝન માટે ખેલાડીઓની હરાજી 18 ફેબ્રુઆરીએ ચેન્નઈમાં થવાની છે. RCBએ 14મી સિઝન માટે 10 ખેલાડીઓને મુક્ત કર્યા હતા.

સંજય બાંગર RCBના નવા બેટિંગ કોચ બન્યાં
સંજય બાંગર RCBના નવા બેટિંગ કોચ બન્યાં

By

Published : Feb 10, 2021, 2:15 PM IST

  • RCBએ બુધવારે ટ્વીટ કરીને બાંગારની નિમણૂક અંગે માહિતી આપી
  • 14મી સિઝન માટે ખેલાડીઓની હરાજી 18 ફેબ્રુઆરીએ
  • RCBએ 14મી સિઝન માટે 10 ખેલાડીઓને મુક્ત કર્યા
  • RCB કેટલાક મોટા ખેલાડીઓ ખરીદવાનો પ્રયાસ કરશે

નવી દિલ્લીઃ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ની ટીમે સંજય બાંગરને બેટિંગ સલાહકાર તરીકે નિયુક્ત કર્યા છે. IPLની 14મી સીઝન માટે ભારતના ભૂતપૂર્વ બેટિંગ કોચ બાંગરને આ જવાબદારી મળી છે. RCBએ બુધવારે ટ્વીટ કરીને બાંગારની નિમણૂક અંગે માહિતી આપી છે. RCB એ લખ્યું હતું કે, 'સંજય બાંગરને બેટિંગ સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં અમને આનંદ છે. RCBના પરિવારમાં આપનું સ્વાગત છે.'

બાંગર 2014થી 2019 સુધી ભારતીય ક્રિકેટ ટીમના બેટિંગ કોચ રહ્યાં

સંજય બાંગર 2014થી 2019 સુધી ભારતીય ક્રિકેટ ટીમના બેટિંગ કોચ રહ્યાં હતા. બાંગરે 2014ની IPL સીઝનમાં પંજાબ સાથે જોડાયા હતા અને તેમની કોચિંગ હેઠળ ટીમે ફાઈનલમાં સારૂ પ્રદર્શન કર્યું હતું. 48 વર્ષના બાંગર ભારત-A અને ભૂતપૂર્વ IPL ટીમ કોચી ટસ્કર્સના કોચ પણ રહી ચૂક્યા છે. ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ કોચ માઇક હ્યુસન RCB ટીમના ડિરેક્ટર ઓફ ક્રિકેટ છે. આ જ સમયે ઓસ્ટ્રેલિયાના પૂર્વ બેટ્સમેન સાઈમા કૈટિચ મુખ્ય કોચ હતા. વિરાટ કોહલીની અધ્યક્ષતામાં RCBએ આ સિઝન માટે 10 ખેલાડીઓને મુક્ત કર્યા છે. આ સીઝન માટે ખેલાડીઓની હરાજી 18 ફેબ્રુઆરીએ ચેન્નઈમાં થવાની છે, જેમાં RCB કેટલાક મોટા ખેલાડીઓ ખરીદવાનો પ્રયાસ કરશે.

RCBની ટીમ IPLનો ખિતાબ જીતવામાં નિષ્ફળ

RCBની ટીમ એક વખત પણ IPLનો ખિતાબ જીતી શકી નથી. RCB 2009, 2011 અને 2016માં ફાઇનલમાં પહોંચી હતી. વિરાટની ટીમ નવી અપેક્ષાઓ સાથે ફરીથી મેદાનમાં ઉતરવા તૈયાર છે. IPLની 14મી સીઝન ફક્ત ભારતમાં જ યોજાય તેવી સંભાવના છે. કોરોના મહામારીને કારણે IPL 2020ના વર્ષમાં સંયુક્ત આરબ અમીરાતમાં યોજાયો હતો.

ABOUT THE AUTHOR

...view details