- લોઅર-ઓર્ડર ખેલાડીઓના કારણે હૈદરાબાદ સ્નમાન જનક સ્કોર પર પહોંચ્યું
- હૈદરાબાદનો દિલ્હી સામે ફ્લોપ શો
- રિષભ પંતની શાનદાર ઇનિંગ્સની મદદથી દિલ્લીએ મેચમાં જીત મેળવી
ન્યુઝ ડેસ્ક : લીગના પ્રથમ ચરણમાં આઠ માંથી છ મેચ જીતનાર દિલ્હીએ તે ગતિ જાળવી રાખી હતી. કારણ કે સનરાઇઝર્સે બોલીંગ અને બેટીંગ બંનેથી નિરાશ સાબિત કર્યા હતા. દિલ્હીના ઝડપી બોલરોએ સનરાઇઝર્સને નવ વિકેટે 134 રન સુધી મર્યાદિત રાખ્યા હતા. તેમજ જવાબમાં બેટ્સમેનોએ આઠ વિકેટ અને 13 બોલ બાકી રાખીને 139 રન બનાવીને જીત મેળવી હતી.
આ પણ વાંચો :ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને 20 રનથી હરાવીને પોઈન્ટ ટેબલમાં ટોચ
સર્જરી બાદ અય્યરેની શાનદાર વાપસી
સર્જરીના કારણે પહેલેથી બહાર રહેલા અય્યરે શાનદાર વાપસી કરી હતી, 41 બોલમાં બે ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી અણનમ 47 રન બનાવ્યા હતા. તે જ સમયે, વર્તમાન કેપ્ટન પંતે 21 બોલમાં 35 રન બનાવ્યા જેમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગા સામેલ હતા. દિલ્હીના ઓપનરોએ પૃથ્વી શો (11) અને શિખર ધવનની વિકેટ ગુમાવી હતી. ધવને 37 બોલમાં 42 રન બનાવ્યા જેમાં તેણે છ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. અગાઉ, સનરાઇઝર્સના કેપ્ટન કેન વિલિયમસનનો ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય ખોટો સાબિત થયો હતો. જ્યારે ઓપનર ડેવિડ વોર્નર ઇનિંગના ત્રીજા બોલ પર આઉટ થયો હતો. તે સમયે સ્કોર બોર્ડ પર એક પણ રન ન હતો. રિદ્ધિમાન સાહા (18) એ પછી સુકાની વિલિયમસન (18) સાથે 29 રનની ભાગીદારી કરી.