ઢાંકા: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે હાલ વન-ડે સિરીઝ રમાઈ રહી (Bangladesh Vs India Second ODI)છે. જેમાં આજે બીજી મેચ મીરપુરમાં રમાઈ રહી છે. બાંગ્લાદેશે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ પોતાની પ્લેઇંગ-11માં બે ફેરફાર કર્યા છે. શાહબાઝ અહેમદ અને કુલદીપ સેનની જગ્યાએ અક્ષર પટેલ અને ઉમરાન મલિકને પ્લેઇંગ-11માં સ્થાન મળ્યું છે.
272 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયા:જેમાં બાંગ્લાદેશે આપેલા 272 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની ઓપનિંગ જોડી સસ્તામાં આઉટ થઈ ગઈ હતી. ઇબાદત હુસૈને વિરાટ કોહલીને 5 રને જ્યારે મુશ્તફિઝુર રહેમાને શિખર ધવનને 8 રને આઉટ કર્યો હતો. તો નંબર-4 પર ઉતારેલા વોશિંગ્ટન સુંદર પણ ખાસ ચાલ્યો નહોતો અને તે 11 રને શાકિબની બોલિંગમાં આઉટ થયો હતો. તો કેએલ રાહુલ પણ ચાલ્યો નહોતો અને તે મહેદી હસનની બોલિંગમાં 14 રને આઉટ થયો હતો.
મુશ્કેલ પરિસ્થિતિમાં ટીમ ઈન્ડિયાને ઉગારવાનો પ્રયાસ: શ્રેયસ અય્યરે ફરી એકવાર મુશ્કેલ પરિસ્થિતિમાં ટીમ ઈન્ડિયાને ઉગારવાનો પ્રયાસ કર્યો છે. અને વન-ડે કરિયરની 14મી હાફ સેન્ચુરી ફટકારી છે. શ્રેયસ અય્યર અને અક્ષર પટેલ વચ્ચે 100+ રનના પાર્ટનરશિપ થઈ હતી. જોકે આ પાર્ટનરશિપ બહુ લાંબી ચાલી નહોતી અને અય્યર 82 રને આઉટ થયો હતો. તો અક્ષર પટેલ પણ શાનદાર 56 રન બનાવીને આઉટ થયા હતા. આ પછી શાર્દૂલ ઠાકુર પણ 7 રને આઉટ થયો હતો. દીપક ચહર પણ ઈજાગ્રસ્ત છે. તેણે માત્ર 3 ઓવર જ નાખી હતી. તે 11 રને આઉટ થયો હતો.
બાંગ્લાદેશે ટીમ ઈન્ડિયાને 272 રનનો ટાર્ગેટ આપ્યો: બાંગ્લાદેશની ટીમ એક તબક્કે 69/6 પર હતી, ત્યાંથી મેહદી હસન મિરાજ અને મહમદુલ્લાહ વચ્ચે 148 રનના રેકોર્ડ પાર્ટનરશિપ થઈ હતી. અને ટીમને સંગીન સ્થિતિમાં લાવી દીધું હતું. બાંગ્લાદેશે 50 ઓવરમાં 7 વિકેટે 271 રન બનાવ્યા હતા. મેહદી હસન મિરાજે ફરી એકવાર પોતાની ટીમને મુશ્કેલ પરિસ્થિતિમાં ઊગારીને મહમદુલ્લાહ સાથે શાનદાર પાર્ટનરશિપ કરી હતી. અને 83 બોલમાં સેન્ચુરી ફટકારી હતી. મહમદુલ્લાહે 96 બોલમાં 77 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા તરફથી વોશિંગ્ટન સુંદરે 3, જ્યારે ઉમરાન અને સિરાજને 2-2 વિકેટ મળી હતી.