ગુજરાત

gujarat

ETV Bharat / sports

IPL 2023 : દિલ્હી સામે લૉ સ્કોરિંગ મેચમાં નંબર વન ગુજરાત ટાઈટન્સ 5 રને હાર્યું

TATA IPL 2023ની 44મી મેચ દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાઇ હતી. જેમાં DCએ પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 130 રન બનાવ્યા હતા અને GTને જીતવા માટે 131 રનનો ટાર્ગેટ આપ્યો છે. જો કે ગુજરાત ટાઈટન્સ લો સ્કોર પણ કરી શકી ન હતી. 20 ઓવરમાં 6 વિકેટના નુકસાને 125 રન જ કરી શક્યું હતું. આમ ગુજરાત 5 રને હારી ગયું હતું.

GT vs DC Dream11 Prediction: દિલ્હી સામે ગુજરાતની મેચ માટે કોને ડ્રીમ11માં કેપ્ટન અને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યા, જાણો ગ્રાન્ડ લીગની ટીમ
GT vs DC Dream11 Prediction: દિલ્હી સામે ગુજરાતની મેચ માટે કોને ડ્રીમ11માં કેપ્ટન અને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યા, જાણો ગ્રાન્ડ લીગની ટીમ

By

Published : May 2, 2023, 12:48 PM IST

Updated : May 2, 2023, 11:36 PM IST

અમદાવાદ:ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની 44મી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં DC અને GT વચ્ચે રમાઇ હતી. જેમાં દિલ્હી કેપીટલ્સએ ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં તેમને 20 ઓવરમાં 130 રન બનાવ્યા હતા અને ગુજરાતને જીતવા માટે 131 રનનો લક્ષ્યાંક આપ્યો છે. તેના જવાબમાં ગુજરાત ટાઈટન્સના બેટ્સમેન નિષ્ફળ ગયા હતા. લૉ સ્કોર છતાં ગુજરાત ટાઈટન્સ જીતી શક્યું ન હતું. ગુજરાત ટાઈટન્સે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 125 રન કર્યા હતા અને પાંચ રને હાર થઈ હતી.

DCની બેટીંગ :સોલ્ટએ 0 રન, વોર્નરએ 2 રન, પ્રિયમ ગર્ગએ 10 રન, રુસ્સોએ 8 રન, મનિષ પાંડએ 1 રન, અક્ષરએ 27, અમનએ 51 રન, રિપલ પટેલએ 23 રન, નોર્ટજએ 3 રન (અણનમ) અને કુલદિપ યાદવએ 0 રન (અણનમ) બનાવ્યા છે.

GTની બોલિંગ :મોહમ્મદ શામીએ 4 ઓવરમાં 4 વિકેટ, હાર્દિક પટેલએ 0 વિકેટ, જોસુઆ લિટ્ટલએ 0 વિકેટ, રશિદ ખાનએ 4 ઓવરમાં 1 વિકેટ, નૂર અહમદએ 4 ઓવરમાં 0 વિકેટ અને મોહિત શર્માએ 4 વિકેટ 2 વિકેટ ઝડપી હતી.

ગુજરાત ટાઈટન્સની બેટિંગઃ વૃદ્ધિમાન સાહા(વિકેટ કિપર) 6 બોલમાં શૂન્ય રન, શુભમન ગિલ 7 બોલમાં 6 રન, હાર્દિક પંડ્યા(કેપ્ટન) 53 બોલમાં 7 ચોક્કાની મદદથી 59 રન(નોટ આઉટ) બનાવ્યા હતા. વિજય શંકર 9 બોલમાં 6 રન, ડેવિડ મિલર 3 બોલમાં શૂન્ય રન, અભિનવ મનોહર 33 બોલમાં 26 રન, રાહુલ તેવટિયા 7 બોલમાં 20 રન અને રાશિદ ખાન 2 બોલમાં 3 રન(નોટ આઉટ) રહ્યા હતા. ટીમને 5 રન એકસ્ટ્રા મળ્યા હતા. આમ 131 રનના ટાર્ગેટ સામે ગુજરાતે 20 ઓવરમાં 6 વિકેટે 125 રન બનાવ્યા હતા. દિલ્હી કેપિટલ 5 રને જીતી ગયું હતું.

દિલ્હી કેપિટલ્સની બોલીંગઃ શામી 4 ઓવરમાં 11 રન આપી 4 વિકેટ ઝડપી હતી. હાર્દિક પંડ્યા 1 ઓવરમાં 10 રન આપ્યા હતા. જોશુઆ લિટ્ટલે 3 ઓવરમાં 27 રન આપ્યા હતા. રાશિદ ખાન 4 ઓવરમાં 28 રન આપી 1 વિકેટ લીધી હતી. નૂર અહેમદ 4 ઓવરમાં 20 રન આપ્યા હતા. મોહિત શર્મા 4 ઓવરમાં 33 રન આપી 2 વિકેટ લીધી હતી.

પોઈન્ટ્સ ટેબલ (IPL2023 Points Table )આજની મેચના પરિણામ પછી પોઈન્ટ્સ ટેબલની લેટેસ્ટ સ્થિતિ આ પ્રમાણે રહી હતી. પ્રથમ નંબરે ગુજરાત ટાઈટન્સ 10 પોઈન્ટ, બીજા નંબરે રાજસ્થાન રોયલ્સ 10 પોઈન્ટ, ત્રીજા નંબરે લખનઉ સુપર જાયન્ટ્સ 10 પોઈન્ટ, ચોથા નંબરે ચેન્નાઈ સુપર કિંગ્સ 10 પોઈન્ટ અને પાંચમાં નંબરે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ 10 પોઈન્ટ હતા. પંજાબ કિંગ્સ 10 પોઈન્ટ, મુંબઈ ઈન્ડિયન્સ 8 પોઈન્ટ, કોલકત્તા નાઈટ રાઈડર્સ 6 પોઈન્ટ, સનરાઈઝર્સ હૈદરાબાદ 6 પોઈન્ટ અને દિલ્હી કેપિટલ્સ 6 પોઈન્ટ હતા.

દિલ્હી માટે આ મેચ આસાન નહીં હોય: ગુજરાતની ટીમ આ સિઝનમાં શાનદાર ફોર્મમાં ચાલી રહી છે. આવી સ્થિતિમાં ગુજરાતને હરાવવું ઘણું મુશ્કેલ બની જશે. આજની સ્પર્ધામાં જીટીનો હાથ ઉપર હોવાનું જણાય છે. તો ચાલો જાણીએ કે ડ્રીમ11 (GUJ vs DEL Dream11 Prediction) ટીમમાં આજની મેચમાં તમે ક્યા ખેલાડીને કેપ્ટન બનાવી શકો છો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ બેટ્સમેનોને અનુકૂળ છે. તેમજ વિકેટ ઝડપી બોલરોને મદદ કરશે. આ સિઝનમાં અત્યાર સુધી રમાયેલી મેચોમાં હાઈ સ્કોરિંગ મેચ જોવા મળી છે. ફરી એકવાર હાઈ સ્કોરિંગ મેચ જોવા મળી શકે છે. ટોસ જીતનારી ટીમ આ વિકેટ પર પહેલા બોલિંગ કરવા માંગશે.

બંને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન: ગુજરાત ટાઇટન્સ: રિદ્ધિમાન સાહા (વિકેટ), શુભમન ગિલ, હાર્દિક પંડ્યા (સી), વિજય શંકર, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, નૂર અહેમદ, મોહમ્મદ શમી, મોહિત શર્મા, જોશુઆ લિટલ. દિલ્હી કેપિટલ્સ: ડેવિડ વોર્નર (કેપ્ટન), ફિલિપ સોલ્ટ (વિકેટકીપર), મિશેલ માર્શ, મનીષ પાંડે, પ્રિયમ ગર્ગ, અક્ષર પટેલ, રિપલ પટેલ, કુલદીપ યાદવ, એનરિચ નોર્ટજે, ઈશાંત શર્મા, મુકેશ કુમાર.

IPL 2023: ડેવિડ વિલીની જગ્યાએ, કેદાર જાધવ RCB ટીમમાં જોડાયો, વિગતો જાણો

IPL 2023 માટે બંને ટીમોની ટીમ-- ગુજરાત ટાઇટન્સઃહાર્દિક પંડ્યા (કેપ્ટન), રાશિદ ખાન, રાહુલ તેવટિયા, શુભમન ગિલ, મોહમ્મદ શમી, શિવમ માવી, જોશુઆ લિટલ, યશ દયાલ, ડેવિડ મિલર, આર સાઈ કિશોર, અભિનવ સદ્રંગાની, અલઝારી જોસેફ, મેથ્યુ વેડ, કેન વિલિયમસન, રિદ્ધિમાન સાહા, જયંત યાદવ, વિજય શંકર, કેએસ ભરત, ઓડિયન સ્મિથ, મોહિત શર્મા, નૂર અહેમદ, ઉર્વીલ પટેલ, પ્રદીપ સાંગવાન, દર્શન નલકાંડે, સાઈ સુદર્શન, દિલ્હી કેપિટલ્સ:ડેવિડ વોર્નર (કેપ્ટન), પૃથ્વી શો, રિપલ પટેલ, રોવમેન પોવેલ, સરફરાઝ ખાન, યશ ધુલ, મિશેલ માર્શ, લલિત યાદવ, અક્ષર પટેલ, એનરિચ નોર્ટજે, ચેતન સાકરિયા, કમલેશ નાગરકોટી, ખલીલ અહેમદ, લુંગી એનગીડી, મુસ્તફિઝુર રહેમાન , અમન ખાન, કુલદીપ યાદવ, પ્રવીણ દુબે, વિકી ઓસ્તવાલ, ફિલ સોલ્ટ, ઈશાંત શર્મા, મુકેશ કુમાર, મનીષ પાંડે, રિલે રોસોઉ

IPL 2023માં અજિંક્ય રહાણે, પીયૂષ ચાવલા અને મોહિત શર્માએ સાબિત કર્યું કે 'ઓલ્ડ ઇઝ ગોલ્ડ'

ડિસ્ક્લેમર: આ ટીમ લેખકની સમજ, વિશ્લેષણ અને વલણ પર આધારિત છે. આ રમતમાં નાણાકીય જોખમનું તત્વ સામેલ છે અને તે વ્યસનકારક હોઈ શકે છે. કૃપા કરીને જવાબદારીપૂર્વક અને તમારા પોતાના જોખમે રમો. મેચ- ગુજરાત ટાઇટન્સ vs દિલ્હી કેપિટલ્સ, દિવસ- મંગળવાર 02 મે 2023, 07:30, સ્થળ- નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદ, લાઇવ સ્ટ્રીમિંગ- Jio સિનેમા અને સ્ટાર સ્પોર્ટ્સ ટીવી ચેનલો

Last Updated : May 2, 2023, 11:36 PM IST

ABOUT THE AUTHOR

...view details