નવી દિલ્હી: IPL 2024 માટે વધુ એક કરાર થયો છે. આ કરાર મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર બેંગ્લોર વચ્ચે થયો છે. ડિસેમ્બરમાં યોજાનારી ખેલાડીઓની હરાજી પહેલા, મુંબઈ ઈન્ડિયન્સે સોમવારે તેમના ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીનને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે ટ્રેડ કર્યો હતો. ગયા ડિસેમ્બરમાં યોજાયેલી હરાજીમાં મુંબઈ દ્વારા ગ્રીનને રુપિયા 17.5 કરોડની જંગી કિંમતે ખરીદ્યો હતો.
આઈપીએલમાં શાનદાર પ્રદર્શન: ઓસ્ટ્રેલિયન ખેલાડી ગ્રીને આઈપીએલમાં શાનદાર શરૂઆત કરી હતી અને અણનમ સદી અને બે અડધી સદી ફટકારી હતી અને છ વિકેટ પણ લીધી હતી. બંને ટીમો વચ્ચે આ વેપાર તે જ ફી માટે કરવામાં આવ્યો હતો જે માટે તેને ખરીદવામાં આવ્યો હતો. ગ્રીનની સારી ઇનિંગ્સમાં રાજસ્થાન રોયલ્સ સામેના મોટા લક્ષ્યનો પીછો કરતી વખતે 26 બોલમાં ઝડપી 44 રનનો સમાવેશ થાય છે.
મુંબઇ ઇન્ડિયન્સના પાસે હવે 17.75 કરોડ:મુંબઈ ઇન્ડિયન્સે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, હાર્દિક પંડ્યાને રૂપિયા 15 કરોડમાં અને ગ્રીનને રૂપિયા 17 કરોડમાં છોડવા સાથે, આઇપીએલ 2024ની હરાજીમાં મુંબઇ ઇન્ડિયન્સનું પર્સ હવે રૂપિયા 17.75 કરોડ થયું છે .આ ડીલ પહેલા મુંબઈએ હાર્દિક પંડ્યાને ગુજરાત ટાઇટન્સ દ્વારા ખરીદેલા ભાવે જ તેની ટીમમાં સામેલ કર્યો છે.