નવી દિલ્હીઃ વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંતનો ગત શુક્રવારે અકસ્માત થયો હતો. તેને ગંભીર ઈજાઓ થઈ છે, જેની સારવાર દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં ચાલી રહી છે. તેની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે પરંતુ આઈપીએલ 2023માં (Difficult for Rishabh Pant to play in IPL 2023) તેની વાપસીને લઈને દિલ્હી કેપિટલ્સ ચિંતિત છે. IPLની આગામી સિઝનમાં દિલ્હી કેપિટલ્સનું સુકાની કોણ હશે (Warner set to lead Delhi Capitals in his absence) તે જાણવા માટે દરેક લોકો ઉત્સુક છે.
દિલ્હી કેપિટલ્સ ટીમને મોટો આંચકો:પંત ટીમમાં ન હોવાથી દિલ્હીએ માત્ર વિકેટ કીપર બેટ્સમેન તરીકે જ નહીં પરંતુ કેપ્ટન તરીકે પણ કોઈ અન્યને જવાબદારી સોંપવી પડશે. પંતની ઈજાના કારણે પોતાના પ્રથમ આઈપીએલ ટાઈટલની શોધમાં રહેલી દિલ્હી કેપિટલ્સ ટીમને મોટો આંચકો લાગ્યો છે. પંત ન માત્ર ટીમની કેપ્ટનશીપ સંભાળે છે પરંતુ તે વિકેટકીપર તરીકે પણ રમે છે. આઈપીએલ સુધી તેના માટે ફિટ રહેવું શક્ય જણાતું નથી.
કેપ્ટન તરીકે પણ કોઈ અન્યને જવાબદારી સોંપવી પડશે: IPL 2023ની આગામી સિઝન માર્ચથી શરૂ થશે જે માર્ચ-જૂનમાં રમાશે. આવી સ્થિતિમાં પંતની ગેરહાજરીને કારણે દિલ્હીએ માત્ર વિકેટ કીપર બેટ્સમેન તરીકે જ નહીં પરંતુ કેપ્ટન તરીકે પણ કોઈ અન્યને જવાબદારી સોંપવી પડશે.
મનીષ પાંડે પણ સુકાનીપદ માટે એક વિકલ્પ છે:ઋષભ પંતના લિગામેન્ટમાં ઈજાના કારણે વોર્નર કેપ્ટન બની શકે છે, તે ઓછામાં ઓછા 6 મહિના સુધી મેદાનથી દૂર રહી શકે છે. હવે માનવામાં આવી રહ્યું છે કે ડેવિડ વોર્નર IPLમાં દિલ્હીની કપ્તાની સંભાળશે. તેની પાસે આઈપીએલમાં હૈદરાબાદની કેપ્ટનશિપનો અનુભવ પણ છે. મનીષ પાંડે પણ સુકાનીપદ માટે એક વિકલ્પ છે, પરંતુ તે હાલમાં જ ટીમ સાથે જોડાયો છે તેથી તેના કેપ્ટન બનવાની શક્યતા ઓછી છે.
18 વખત પ્લેયર ઓફ ધ મેચ બન્યો છે:વોર્નરે IPL 162 મેચ રમી છે અને 42.01ની એવરેજથી 5881 રન બનાવ્યા છે. તે તેની 13 વર્ષની IPL કારકિર્દીમાં 18 વખત પ્લેયર ઓફ ધ મેચ તરીકે ચૂંટાઈ આવ્યો છે. વર્ષ 2022માં તેણે દિલ્હી કેપિટલ્સ માટે 12 મેચોમાં 48.00ની સરેરાશથી 432 રન બનાવ્યા હતા.