- આઈપીએલ 2020ની આજે 40મી મેચ
- રાજસ્થાન રોયલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ ટકરાશે
- પ્લેઓફમાં પહોંચવું રાજસ્થાન માટે મુશ્કેલ બનશે
દુબઈઃ આઈપીએલ 2020ની આજે 40મી મેચ રમાશે, જેમાં રાજસ્થાન રોયલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ બંને ટીમ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં એકબીજા સાથે ટકરાશે. પ્લેઓફની દોડમાં ટકી રહેવા માટે બંને ટીમ માટે આ મેચ ખૂબ જ જરૂરી બની રહેશે. પોઈન્ટ ટેબલમાં રાજસ્થાનની ટીમ 10માંથી 4 મેચ જીતીની છઠ્ઠા ક્રમાંક પર છે, તો હૈદરાબાદની ટીમ 9માંથી 3 મેચ જીતીની 7મા સ્થાન પર છે. જો આજે હૈદરાબાદની ટીમ હારશે તો પ્લોઓફમાં પહોંચવાનું સમીકરણ ચેન્નઈ સુપર કિંગ્સની જેમ ફક્ત કાગળ પર જ રહી જશે.
IPL 2020: આજની મેચ રાજસ્થાન રોયલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ બંને માટે ખૂબ જરૂરી રાજસ્થાન માટે પ્લેઓફમાં પહોંચવું મુશ્કેલ
રાજસ્થાન રોયલ્સની ટીમ છેલ્લી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સની ટીમને ધૂળ ચટાવી અહીં સુધી પહોંચી છે. રાજસ્થાન રોયલ્સે પહેલા જ ધૂરંધર બોલિંગથી સીએસકેને 125ના સ્કોર પર રોકી દીધી હતી, પરંતુ લક્ષ્યનો પીછો કરતા કરતા બેન સ્ટોક્સ, રોબિન ઉથપ્પા અને સંજૂ સૈમસને એક વાર ફરી નિરાશ કર્યા હતા. શરૂઆતની મેચમાં અડધી સદી લગાવ્યા બાદ સેમસને કોઈ મોટી અને પ્રભાવશાળી ઈનિંગ્સ નથી રમી. જ્યારે સ્ટોક્સ પણ અત્યાર સુધી કંઈ ખાસ કમાલ નથી બતાવી શક્યા, જેના માટે તેમની પ્રશંસા થાય. જો આવી જ રીતે રાજસ્થાનના શરૂઆતના ક્રમના બેટ્સમેનો નિરાશ કરતા રહેશે તો પ્લેઓફમાં પહોંચવું રાજસ્થાન માટે લોઢાના ચણા ચાવવા જેવું સાબિત થશે.