હૈદ્રાબાદઃ ઈન્ડિયન પ્રિમિયર લીગ(IPL) ગવર્નિગ કાઉન્સિલ દ્વારા રવિવારે IPLની 13મી સિઝનનું શેડ્યુલ જાહેર કર્યું છે. ટી-20 ક્રિકેટની દુનિયામાં સૌથી મોંધી અને પ્રચલીત લીગની શરૂઆત 19 સપ્ટેમ્બરના રોજ અબુધાબી UAEમાં થશે. તેની પ્રથમ મેચ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને રનર્સ અપ ચૈન્નાઈ સુપરકિંગ્સ વચ્ચે 19 સપ્ટેમ્બરના રોજ રમાશે. જ્યારે ફાઈનલ મેચ 10 નવેમ્બરના રોજ યોજાશે. કોરોના મહામારીને કારણે આ વર્ષે IPLનું આયોજન સંયુક્ત આરબ અમિરાતમાં કરવામાં આવ્યું છે. IPLની મેચ અબુ ધાબી, શારબહા અને દુબઈમાં રમવામાં આવશે.
આ ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમ ભાગ લેશે.
- મુંબઈ ઈન્ડિયન્સ
- ચૈન્નાઈ સુપર કિંગ્સ
- દિલ્હી કેપિટલ્સ
- સનરાઈઝર્સ હૈદ્રાબાદ
- કોલકત્તા નાઈટ રાઈડર્સ
- કિંગ્સ ઈલેવન પંજાબ
- રોયલ ચેલેન્જર્સ બેગ્લોર
- રાજસ્થાન રોયલ્સ