- સનરાઈઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે થયો મુકાબલો
- મેચમાં ખેલાડીઓની જગ્યાએ એમ્પાયર બન્યા ચર્ચાનો વિષય
- લાંબા વાળ ધરાવનારા એમ્પાયર પશ્ચિમ પાઠકે તમામનું ધ્યાન કર્યું આકર્ષિત
અબુધાબીઃ આઈપીએલ-13માં રવિવારે સનરાઈઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મુકાબલો થયો હતો. મુકાબલા પહેલા સોશિયલ મીડિયામાં એમ્પાયર પશ્ચિમી પાઠક ખૂબ જ લોકપ્રિય બન્યા છે. તેમનાં લાંબા વાળના કારણે તેમની ખૂબ જ ચર્ચા થઈ રહી છે. લાંબા વાળ ધરાવનારા પાઠકને કોઈ ધોની કહી રહ્યા હતા તો કોઈ અલગ જ નામ આપી રહ્યું હતું. એક યૂઝરે ટ્વીટમાં કહ્યું પશ્ચિમ પાઠક, જેમણે હૈદરાબાદ અને કોલકાતા વચ્ચે યોજાયેલી મેચમાં એમ્પાયરિંગ કરી હતી તેઓ ધોનીથી પ્રેરિત લાગી રહ્યા છે. વધુ એક યુઝરે ટ્વીટમાં કહ્યું, પશ્ચિમ પાઠક તો રોકસ્ટાર છે. તો બીજા યુઝરે ટ્વીટ કર્યું કે, પશ્ચિમ પાઠકને જોઈને એવું લાગે છે તે તેમનું અસલી કામ રોકસ્ટારનું છે.