ગુજરાત

gujarat

ETV Bharat / sports

વિરાટ કોહલીના ખરાબ ફોર્મ પર આશિષ નેહરાએ આપી આવી પ્રતિક્રિયા - Ashish Nehra on Virat kohli

લાંબા સમયથી ભારતીય ફાસ્ટ બોલિંગનો ચહેરો બનેલો આશિષ નેહરા આઉટ ઓફ ફોર્મ વિરાટ કોહલીના સમર્થનમાં (Ashish Nehra on Virat kohli) આવ્યો છે. આ 43 વર્ષીય પૂર્વ ભારતીય ફાસ્ટ બોલરે કહ્યું, કોહલી જેવા ખેલાડીને છોડી ન શકાય. તે કોઈપણ ફોર્મેટમાં રન બનાવી શકે છે.

વિરાટ કોહલીના ખરાબ ફોર્મ પર આશિષ નેહરાએ આપી આવી પ્રતિક્રિયા
વિરાટ કોહલીના ખરાબ ફોર્મ પર આશિષ નેહરાએ આપી આવી પ્રતિક્રિયા

By

Published : Jul 14, 2022, 5:17 PM IST

નવી દિલ્હીઃ ભારતના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી ( Virat Kohli situation) લાંબા સમયથી ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે. આધુનિક ક્રિકેટમાં તમામ ફોર્મેટના શ્રેષ્ઠ બેટ્સમેનોમાંના એક, કોહલી હજુ પણ લગભગ બે વર્ષથી તેના બેટ સાથે સંઘર્ષ કરી રહ્યો છે.

ઈંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટ:33 વર્ષીય કોહલીએ નવેમ્બર 2019 પછી એક પણ સદી ફટકારી નથી. તેણે છેલ્લે કોલકાતામાં બાંગ્લાદેશ સામે 136 રન બનાવ્યા હતા. તાજેતરમાં ઈંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટ (India Vs England) મેચમાં કોહલી મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો હતો. કોહલીએ બે ઇનિંગ્સમાં 11 અને 20 રન બનાવ્યા, જેનાથી ઇંગ્લેન્ડને (India Tour Of England ) સાત વિકેટે ટેસ્ટ જીતવામાં મદદ મળી. પૂર્વ ફાસ્ટ બોલર આશિષ નેહરાએ વિરાટ કોહલીનું સમર્થન (Ashish Nehra on Virat kohli) કર્યું છે અને કહ્યું છે કે, તેને થોડી વધુ તકો આપવી જોઈએ જેથી તે પોતાનું પ્રદર્શન બતાવી શકે.

આ પણ વાંચો:સૌરવ ગાંગુલીનું વિરાટ કોહલીના ખરાબ ફોર્મ પર મોટું નિવેદન

સોની સ્પોર્ટ્સ દ્વારા નેહરાને (Indian Cricketer Ashish Nehra Support Virat Kohli) ટાંકવામાં આવ્યું હતું કે, “અમે વિરાટ જેવા વ્યક્તિ વિશે વાત કરી રહ્યા છીએ. હા, એવું ક્યાંય લખ્યું નથી કે, તે ભારત માટે રમવાનું ચાલુ રાખશે. સત્ય છે કે તે અત્યારે તેના ફોર્મમાં નથી, પરંતુ તેણે એ ન ભૂલવું જોઈએ કે તે શ્રેષ્ઠ બેટ્સમેન છે. તેણે ભારતીય ટીમ માટે ઘણું કર્યું છે. આ સાથે ઘણા રેકોર્ડ પણ તૂટ્યા છે જે તેના નામે નોંધાયેલા છે.

આ પણ વાંચો:Indian Cricket History: આ જ દિવસે ભારતે રમી પ્રથમ ODI મેચ, જાણો ત્યારનું પરિણામ

તેણે વધુમાં કહ્યું કે, 33 વર્ષની ઉંમરે તેની ફિટનેસ તેના માટે કોઈ સમસ્યા નથી. દરેક જણ વિરાટ પાસેથી સારા દેખાવની અપેક્ષા રાખે છે, તેથી તેને વધુ તક આપવી જોઈએ જેથી તે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે.

ABOUT THE AUTHOR

...view details