ગુજરાત

gujarat

ETV Bharat / sports

આ બ્રેક ભારતીય ખેલાડીઓ માટે ફાયદાકારક નિવડશે : રવિ શાસ્ત્રી - રવિ શાસ્ત્રી

ગયા વર્ષે મે મહિનામાં વિશ્વકપ યોજાયો હતો, ત્યારબાદ સતત સિરિઝો ચાલી રહી છે. આ વચ્ચે ભારતીય ખેલાડીઓને માંડ 10-12 દિવસ ઘરે રહેવાનો મોકો મળતો હતો. આ વચ્ચે હાલમાં કોરોના વાઈરસના કારણે ખેલાડીઓને બ્રેક મળ્યો છે. જે ખેલાડીઓ માટે ફાયદાકારક નિવડશે. આ નિવેદન ભારતીય ક્રિકેટ ટીમના કોચ રવિ શાસ્ત્રીએ આપ્યુ હતુ.

આ બ્રેક ભારતીય ખેલાડીઓ માટે ફાયદાકારક નિવડશે- રવિ શાસ્ત્રી
આ બ્રેક ભારતીય ખેલાડીઓ માટે ફાયદાકારક નિવડશે- રવિ શાસ્ત્રી

By

Published : Mar 28, 2020, 5:16 PM IST

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીનું માનવુ છે કે, કોરોના વાઈરસના કારણે જે અણધાર્યો બ્રેક મળ્યો છે. તે ખેલાડીઓ માટે સારી વાત છે. આ સમયમાં આરામ મળવાથી ખેલાડીઓ પોતાની ફીટનેસ પર પુરતુ ધ્યાન રાખી શકશે. તેમજ રિફ્રેશ થવાનો સમય મળી શકશે.

આ બ્રેક ભારતીય ખેલાડીઓ માટે ફાયદાકારક નિવડશે- રવિ શાસ્ત્રી

કોરોના વાઈરસના કારણે તમામ આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ટુર્નામેન્ટ સ્થગિત થઈ ગઈ છે. ભારતીય ટીમ હાલમાં જ ન્યુઝીલેન્ડમાં સિરિઝ રમીને આવી છે, ત્યારે હાલની અચાનક મળેલી બ્રેકથી ખેલાડીઓ, માનસિક અને શારિરિક હળવાશ અનુભવશે. તેવુ ભારતીય ટીમના કોચ શાસ્ત્રીએ જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details